ડભોઇ : એકા એક વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો

ડભોઇ પંથક માં એકા એક વહેલી સવારે વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો સાથે વાદળ છાયા વાતાવરણ વચ્ચે નગર માં અમીછાણટના પણ પડ્યા હતા. જેને પગલે નાના વેપારીઓ લારીઓ વાડા પોતાનો માલ સામાન બગાડે નહી તે માટે તાડપત્રી થી સામાન ઠાંકતા નજરે પડ્યા હતા.
ડભોઇ નગર માં હાલ ઉનાળો આકરા સ્વરૂપ માં છે બપોર સમયે અસહ્ય ગરમી અને ઉકરાટ નો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારી મંગળવારે સવારે અચાનક વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારો માં અમીછાણટણા પણ જોવા મળ્યા હતા. આચાનક પડેલ ઝરમર વરસાદ ને પગલે નગર માં નાના ધંધા રોજગાર ચલાવતા લારીઓ વાળા વેપારીઓ ટાળપત્રીથી પોતાનો સામાન ઠાંકટા નજરે પડ્યા હતા. જ્યારે અચાનક પડેલ અમીછાંટણા ને કારણે ખેડૂતો માં પણ ચિંતા જોવા મળી હતી હાલ ઉનાળુ પાક લેવાઈ રહ્યો છે ત્યારે મોસમ વગર નો વરસાદ પાક ને નુકશાન પહોચાડે તેવી ભીતી ઊભી થઈ હતી.