ડભોઇ : ટ્રેકટર ચાલકે નસવાડીના બે સગા ભાઈઓને અડફેટે લીધા

ડભોઇ વેગા નજીક ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ની પાસે ટ્રેકટર ચાલક એ નસવાડી ના બે સગા ભાઈઓની મોટરસાઇકલ ને ટક્કર મારતા બે ભાઈઓ અકસ્માતે મરણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું. એક ભાઈનું સ્થળ પર જ મોત જ્યારે બીજા ભાઈ નું સારવાર દરમ્યાન મૃત્યુ થતા પરિવાર આક્રંદ માં ગરકાવ થયો હતો.પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ વડોદરા ધોરીમાર્ગ પર વેગા નજીક ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ સામે એક ટ્રેક્ટર જેનું રજી. નં- જી.જે.૨૨- સી.૧૬૪૧ ના ચાલક દ્વારા બેફામ અને ગફલતભરી રીતે હંકારતા વડોદરા થી મોબાઈલ રીપેરીંગ કરાવી પરત ફરતા નસવાડીના લાવાકોઈ ટેકરી વિસ્તાર ના શૈલેષ ભાઈ રાયસીંગભાઈ રાઠવા તથા રાકેશ ભાઈ રાયસીંગભાઈ રાઠવા જેઓ પોતાની મોટરસાયકલ એચ.એફ કાળા કલરની હોન્ડા ડિલક્ષ જી.જે ૩૪- સી -૪૫૪૪ ને ટક્કર મારતા બન્ને ભાઈઓની મોટર સાઇકલ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રાકેશભાઈ રાઠવા અને શૈલેષ રાઠવા ને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ આવતા રાકેશભાઈ રાઠવાનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે શૈલેષભાઇ ને 108 દ્વારા ડભોઇ રેફરલ હોસ્પિટલ લઈ જવાતા તેઓ સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. તેઓની મોટરસાયકલ ના પણ આગળના ભાગેથી ફુર્ચા ઉડી જવા પામ્યા હતા.ડભોઇ પોલીસે રાયસીંગભાઈ ધોળજીભાઈ રાઠવા ની ફરિયાદ આધારે ઘટના સ્થળ સ્થિતિનું જાત નિરીક્ષણ અને પંક્યાસ કરી અકસ્માત નોત્રી નાસી છુટેલ ટ્રેક્ટર ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.