ડભોઇ : નગર પાલીકાના ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા

ડભોઇ નગર પાલીકા ના ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.8મી ફેબ્રુઆરીથી ચાલી રહી છે આગામી 28મી ફેબ્રુઆરીએ ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ત્રીજા દિવસે ચોથા દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી 289 ફોર્મ નું વિતરણ થયું હતું જેમાં થી તા.8 થી 11 વચ્ચે 25 ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે.હાલાકી હજી સુધી ભાજપ પક્ષ માથી એક પણ ઉમેદવારો એ ફોર્મ ભર્યા નથી.
ડભોઇ સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે પંથક માં ચૂંટણીને લઈ ભારે ધમધમાટ છે 8 મી ફેબ્રુઆરીથી જ ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ થઈ ગયા હતા જે તા.11મી ફેબ્રુઆરીના દિવસે બપોરે 3 વાગ્યા સુધી કુલ 289 ફોર્મ નગર પાલીકા ની ચૂંટણી માટે ઉમેદવારો લઈ ગ્યાં છે જેમાના વોર્ડ નંબર 1 માં 2 ફોર્મ ભરાયા છે, વોર્ડ નંબર 2 માં 2 ફોર્મ ભરાયા છે, વોર્ડ નંબર 3 માં 5 ફોર્મ, વોર્ડ નંબર 4 માં 9 ફોર્મ અને વોર્ડ નંબર 8 માં 4 ફોર્મ ભરાયા છે જ્યારે હજી સુધી વોર્ડ નંબર 6 અને 9 માં એક પણ ફોર્મ ભરાયા નથી અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઇ માં અપક્ષ ઉમેદવારો, કોંગ્રેસ ઉમેદવારો તેમજ આમઆદમી પાર્ટીના ઉમેદવારો એ ફોર્મ ભરી શ્રી ગણેશ કર્યા છે પણ હજી સુધી ભાજપ ના એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી ભાજપ પક્ષ માં ટિકિટ મળ્યા બાદ ફોર્મ ભરાસે ની લોકો માં ચર્ચા ઉઠી રહી છે ત્યારે ટિકિટ મેળવા ભાજપ ના ઉમેદવારો પાડા પડી કરતાં હોય કોને ટિકિટ મડશે તે હજી કોઈ આધાર દેખાઈ રહ્યો નથી.