ડભોઇ : મોટા હબીપૂરા ગામે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

ડભોઇ નગર સહિત તાલુકા ભર માં માં આદ્યશક્તિ ના નવલા નોરતાની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે ચાલુ સાલ કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા શેરી ગરબા ની છૂટ અપાઈ છે તેવામાં ડભોઇ ના હિમજામાતા મંદિર, તાલુકા ના સાઠોદ અને મોટા હબીપૂરા ગામે ભારે ઉત્સાહ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.
ડભોઇ નગર અને તાલુકા માં હાલ ચાલી રહેલા માં આદ્યશક્તિ ના નવલા નોરતા એટલેકે નવરાત્રી મહોત્સવ ની ભાર ઉત્સાહ ભેર ઉજવણી તેમજ માતાજી ની આરાધના કરવમાં આવી રહી છે સરકાર દ્વારા શેરી ગરબાની છૂટ આપી હોય ત્યારે નગર ના હિમજા માતા મંદિર ઝારોલા વાગા, સહિત સાઠોદ ગામે અને મોટાહબીપુરા ગામે વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબામાં નું આયોજન કરી ભારે ઉત્સાહ થી ગરબાની રમઝટ બોલાવી આનદ અને ઉત્સાહ પૂર્વક નવરાત્રી ની ઉજવણી કરી રહ્યા છે સાથે સાથે નગર અને તાલુકા ના ગામો માં શેરી ગરબા નું આયોજન કરી યુવા નો, વૃધ્ધો, અને તમામ લોકો ભારે ઉત્સાહ પૂર્વક નવરાત્રી પર્વ ની ઉજવણી કરી રહ્યા છે.