ડભોઇ : રેતીની આડમાં લઇ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ડભોઇ લિંગસ્થડી નજીક થી હાઈવા ટ્રક માં ભરેલી રેતી ની આડ માં દારૂ નો મોટો જથ્થો લઈ જવતો હોવાની પાક્કી બાતમી ડભોઇ પોલીસ ને માડતા સ્થળ ઉપર જઇ હાઈવા ટ્રક ની તપાસ કરતાં હાઈવા ટ્રકની પાછળ ની ટ્રૉલી માથી ઉપર રેતી અને ટ્રૉલી ની નેચે એક અલગ ખાણું બનાવી દારૂ નો મોટો જથ્થો હેરાફેરી કરતાં બે યુવકો ને ડભોઇ પોલીસે ઝડપી પાડી દારૂ રૂ.7,43,580 અને હાઈવા ટ્રક 8,50,000 અને બે મોબાઈલ રૂ.6000 બધા મળી રૂ.15,99,580નો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ પંથક માં હાલ જ સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ પતી છે ત્યારે કેટલાક બુટલેગરો દારૂ ની હેરાફેરીના બાદશાહ હોય અને પોતાનો દારૂ નો જથ્થો કોઈ ઝડપી ના શકે તે માટે અવ નવા કીમિયાઓ અપનાવી દારૂ ની હેરાફેરી કરતાં હોય છે અગાઉ ડભોઇ માં પાણીની ટેન્કર, કાર ની હેડલાઇટ, બોનેટ, સીટ નીચે જુદા જુદા ખાના બનાવી દારૂ ની હેરાફીરી કરતાં કિશાઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા ડભોઇ પોલીસ પી.આઈ.જે.એમ.વાઘેલા ને આજે પાકી બાતમી મળી હતી કે લીગસ્થળી ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ સામે એક સફેદ કલર ની ટાટા હાઈવા નંબર જી.જે.16- એક્ષ – 8301 માં દારૂ નો જથ્થો ભરી અહી ઊભેલી છે સ્થળ ઉપર જઈ ડભોઇ ડી.સ્ટાફ ના પોલીસ જવાનો અર્જુનભાઈ,યુવરાજભાઈ, રાજેન્દ્રસિંહ ઝાલા સહિત નાઓ તપાસ કરતાં રેતી ભરેલ હાઈવા ટ્રક ની પાછળ ને ટ્રોલી માં 1 ફૂટ જેટલી રેતી નાખી રેતી ની નીચે એક ખાણું બનાવી દારૂનો મોટો કુલ 2664 બોટલ કિમત રૂ.7,43,580 નો દારૂ, બે મોબાઈલ ફોન રૂ.6000, અને 8,50,000નો હાઈવા ટ્રક બધુ મળી રૂ.15,99,580નો મુદામાલ કબજે કરે દારૂ ની હેરાફેરી કરતાં બે ઇસમો નામે સુરેશભાઈ મોતીસિંગ ગાડરીયા રહે રાવત ફળીયું તા.જોબટ જી.અલીરાજપૂર મધ્યપ્રદેશ અને તેની સાથે કૈલાશભાઈ વેસ્તાભાઈ ડૂડવે રહે સિંદી તા.જોબટ જી.અલીરાજપૂર મધ્યપ્રદેશ નાઓ ને ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.