ડભોઇ : વોર્ડ નંબર 1 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણી ને પગલે વોર્ડ નંબર 1 ના ભાજપ ના મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અપ્રસંગે ભાજપ અગ્રણીઓ તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર કરવા દરેક પક્ષો પોતાના કાર્યાલય નું ઉદ્ઘાટન કરી રહ્યા છે તેવામાં ડભોઇ વોર્ડ નંબર 1 માં ભાજપ ના ઉમેદવારો બીરેન શાહ, કલ્પેશભાઈ તડવી, મનીષાબેન મોરવાણી તેમજ હર્ષાબેન ચૌહાણ ભાજપ પક્ષ માંથી વોર્ડ 1 માંથી ચૂંટણી લડવાના હોય ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના વરદ હસ્તે એસ.ટી.ડેપો રોડ ખાતે મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન કરવમાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ડો.સંદીપ શાહ, મહામંત્રી અમિતભાઈ સોલંકી, શશિકાન્તભાઈ પટેલ સહિત નાઓ ઉપસ્થીત રહ્યા હતા. તો આ પ્રસંગે મોટી સંખ્યા મા સમર્થકો પણ હાજર રહ્યા હતા