દ્વારકા : મોવાણ ગામમાં 7 જેટલા કોરોના કેસો નોંધાતા ગામમાં સન્નાટો

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકવું ખૂબ જરૂરી છે જો ગ્રામીણ વિસ્તારોમાં તે ફેલાયો તો રોકવો ખૂબ મુશ્કેલ બનશે કાંઈક આ શબ્દો હવે સાચા ઠરી રહ્યા છે વાત છે દ્વારકા જિલ્લાના મોવાણ ગામની આવો જોઈએ શુ છે સ્થિતિ હાલ ત્યાં
કોરોનાંએ ફરી પોતાનો કહેર વર્તાવી દીધો છે શહેરોમાંથી હવે કોરોનાએ ગામડાઓમાં દસ્તક દઈ દેતા ગામડાઓમાં કોરોનાએ કહેર વર્તાવી દીધો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામની વસ્તી આશરે 3 હજારથી વધુની છે જ્યાં ગઈ કાલે સરકારી આંકડાઓ જાહેર થયા મુજબ આ ગામમાં 7 જેટલા કેસો નોંધાતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે નાના ગામમાં 7 કેસો સામે આવતા સમગ્ર ગામમાં બજારો અને ઘરો સુમસામ બની ગયા છે આરોગ્ય વિભાગ પણ તાબડતોબ મોવાણ ગામે જઇ હાલ ઘરે ઘરે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે સંક્રમણ ગામડાઓમાં વધતા ચિંતા માં ચોક્કસ વધારો થશે શહેરોને મૂકી કોરોનાએ ગામડાઓને બાનમાં લેવાનું શરૂ કરતાં ગામડાઓમાં ભયનો માહોલ છે કેસો સતત વધતા ગામડાઓમાં પરિસ્થિતિ બેકાબુ બને તેવા સંજોગો ઉભા થયા છે મોદીજીએ કહેલી વાત હવે સાચી ઠરી રહી છે કે ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકતું રોકવુ જરૂરી છે નહીંતર મુશ્કેલી સર્જાશે ત્યારે કોરોનાને સાચે જ ગામડાઓને બાનમાં લેવાનુ શરૂ કરતાં તંત્ર માટે પણ આગામી દિવસોમાં પડકાર રૂપ સાબિત ચોક્કસ થશે.