દેશમાં વર્ષે 70000 કરોડની ટેક્ષ ચોરી કઈ રીતે થાય છે જુઓ અહેવાલ

દેશમાં વર્ષે 70000 કરોડની ટેક્ષ ચોરી કઈ રીતે થાય છે જુઓ અહેવાલ

વૈશ્વિક સંસ્થા ધ ટેકસ જસ્ટીસ નેટવર્કએ પોતાનો ‘સ્ટેટ ઓફ ટેકસ જસ્ટીસ 2020’ અહેવાલ પ્રસિદ્ધ રજુ કરતા ખળભળાટ મચી ગયો છે. વૈશ્વિક સંસ્થા ટેકસ જસ્ટીસ નેટવર્કના અહેવાલ મુજબ બહુરાષ્ટ્રીય કંપનીઓ જે દેશમાં કોર્પોરેટ કાયદાનું અસ્તિત્વ ન હોય અથવા આવા કાયદાઓમાં છીંડા હોય તેવા દેશોમાં વર્ષે 138 ટ્રીલીયન ડોલરના મૂલ્યનો નફો ટ્રાન્સફર કરે છે અને ટેક્ષ ચોરીને અંજામ આપે છે. રીપોર્ટમાં ટેકસ હેવન દેશોના નામે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અબજોપતિઓ ભારતમાં 70000 કરોડની ટેકસ ચોરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કરાયો છે વૈશ્વિક સ્તરે આ આંકડો 42,700 કરોડ ડોલરનો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર વિશ્વ આજે કોરોના સામે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે એમએનસી અબજો ડોલરનો નફો ટેકસ હેવન દેશોમાં ટ્રાન્સફર કરી રહી છે. ટેકસ હેવન દેશોના નામે ધનવાનો વિશ્વમાં 18,200 કરોડ ડોલરની ટેકસ ચોરી કરે છે જયારે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા થતી ટેકસ ચોરીનો આંકડો 24,500 કરોડ ડોલર છે ત્યારે સંસ્થા ધ ટેકસ જસ્ટીસ નેટવર્કએ અપીલ કરી છે કે આ અંગે વૈશ્વિક સ્તરે પગલા લેવામાં આવે તેમજ આ સંસ્થા દ્રારા દાવો કરાયો છે કે કંપનીઓ અને કોર્પોરેટ માંધાતાઓ દ્વારા જાહેર કરાયેલી વિવિધ દેશોની ટેકસ ચૂકવણીની માહિતીનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે આગામી જી-20 બેઠકમાં વિકસીત અને વિકાસશીલ દેશો સર્વાનુમતે ટેકસના નિયમોને વધુ કડક બનાવશે।