ધાનેરા : મોડલ સ્કૂલમાં ઓક્સિજન બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

દાંતીવાડા સહિત પંથકમાં કોરોનાના કેસ વધતાં લોકોને તકલીફ ન પડે તે માટે દાંતીવાડાની મોડલ સ્કૂલમાં સોમવારથી સાત ઓક્સિજન બેડ સાથેનું ૪૭ બેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. જેનાથી તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણથી લાભ થશે.
ધાનેરા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
તાલુકાના આગેવાનો ,યુવાનો અને અધિકારીઓ દ્વારા લોકફાળો એકત્રિત કરી મોડલ સ્કૂલમાં બેડની વ્યવસ્થા કરી હતી,જેમાં ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલના પુત્ર અમરતભાઈ પટેલે આ કોવિડ સેન્ટરમાં ત્રણ લાખ રૂપિયાની ઓક્સિજનની ૨૦ બોટલ આપી મદદ કરતા દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા સાથે કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી વિનોદ ચૌધરી સહિત આગેવાનો અને મેડિકલ સ્ટાફ,પોલીસ સ્ટાફ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.