ધાનેરા : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

ગુજરાત સરકારના ગૃહ મંત્રી શ્રી દ્વારા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવત ને આર્થિક રીતે તોડવા રાજકીય કિન્નાખોરી રાખી પોલીસ તેમજ સરકારી તંત્રનો થઈ રહેલ દુરઉપયોગ બંદ કરાવવા માટે આજે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લા ટિમ અને તાલુકાઓની ટિમ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી અને તાલુકાઓમાં મામલદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યા.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખા વત જે વીરતા પૂર્વક ભારતીય સેનામાં પોતાની ફરજ બજાવી આજે જાહેર જીવનમાં સમાજ સેવા કરી રહ્યા છે જે પોતે ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં અવાર નવાર પ્રયાસ કરી રાજપૂત સમાજને એક કરવા માટે રાતદિવસ કાર્યરત છે ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં જયારે કોઈપણ પરિવાર સાથે અન્યાય થાય ત્યારે તયા પહોંચી સાચો ન્યાય અપાવવા માટે તાકાતથી અને ન્યાયિક રીતે અવાજ બુલંદ કરે છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ એ અનેક જિલ્લાઓમાં જયારે ગુજરાત ના નાગરિકોને અન્યાય થાય છે ત્યારે રાજ શેખાવત ત્યાં પહોંચીને ન્યાય અપાવવા માટે આંદોલન કરે છે જે ગુજરાત સરકારથી દેખાતું નથી કારણકે જે ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારે કરવા જોઈએ એ કામ શ્રી રાજ શેખાવત કરી રહ્યા હોય શ્રી રાજ શેખાવત દ્વારા કરવામાં આવતા સમાજસેવાના કાર્યો ગુજરાત સરકારના અનેક મંત્રીઓ અધિકારીઓ સહન કરી શકતા નથી એટલે શ્રી રાજ શેખાવત પર રાજકીય કિન્નાખોરી રાખીને સરકાર દ્વારા નોટિસો તેમજ મૌખિક ધાક ધમકીયો આપી પોતાના સેક્યુંરિટીના વ્યવસાયનું લાઇસન્સ રદ કરવા માટે ધાક ધમકીયો આવી રહી છે અને તેમને આર્થિક રીતે તોડી પાડવા ગુજરાત સરકારના ગૃહ ખાતા તરફથી પોલીસ તેમજ સરકારી તંત્રનો દુરુપયોગ કરી તેમના ધંધા રોજગાર બંદ કરાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે...ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લા ટિમ અને તાલુકાઓની ટિમ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને તાલુકાઓમાં મામલતદાર શ્રી ઓને આવેદનપત્ર આપવામાં આવ્યા.