ધોરાજી : દેશમાં સર્વ પ્રથમ કિસાન રેન્ક ગુજરાતના ધોરાજી થી રવાના થઈ

સૌરાષ્ટ્રના ઉદ્યમી ખેડૂતો અને સાહસિક વેપારીઓ ના સંકલનથી 600 મેટ્રિક ટન ડુંગળી ભરી દેશની પ્રથમ કિસાન રેન્ક ટ્રેન ધોરાજી થી ગોહાટી રવાના થઇ છે.
વિશેષ માહિતી આપતા સૌરાષ્ટ્રના ડુંગળીના વેપારી દીપકભાઈ વ્યાસ એ પત્રકારોને જણાવેલ કે 2020 માં લોકડાઉન દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ની ડુંગળી ધોરાજી થી સિદ્ધિ બાંગ્લાદેશ નિકાસ કરવામાં આવી હતી જે દેશની પ્રથમ ટ્રેન નિકાસ માટે ધોરાજી થી રવાના થઈ હતી.
આજે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના સહકારથી વિશેષ ટ્રેન જેને કિસાન રેન્ક નામ આપવામાં આવ્યું છે તે ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લા રાજકોટ જિલ્લા જૂનાગઢ જિલ્લા દ્વારકા જિલ્લા ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી અંદાજિત 400થી 500 રૂપિયા સુધીના ભાવમાં પોષણક્ષમ ભાવો માં ડુંગળીની ખરીદી કરાઈ હતી જે ડુંગળી કિસાન દરેક દ્વારા આશરે ૬૦૦ મેટ્રિક ટન ડાયરેક્ટ ગોહાટી વિશેષ ટ્રેન દ્વારા ઝડપભેર પહોંચાડવામાં આવશે પશ્ચિમ રેલવે વિભાગ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે ખુબ જ ફાયદાકારક નીવડશે તેમજ હજુ જો વિદેશમાં નિકાસ કરવાની છૂટ મળે તો ભારત દેશમાં વિદેશી હૂંડિયામણ પણ વધી શકે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. ધોરાજી થી સીધી ગોહાટી જતી ટ્રેનને ભાવનગર ડિવિઝનના અધિકારીઓએ લીલી ઝંડી આપી નોન સ્ટોપ રવાના કરી હતી