નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર તૈયારીઓ વ્યસ્ત

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ ચાલુ થઈ ગયો છે
ચૂંટણીના પડઘમ શાંત થઇ ગયા છે ત્યારે વહીવટી તંત્ર નિષ્પક્ષ મતદાન થાય એને ધ્યાને રાખી નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે નવસારી જિલ્લાની તાલુકા પંચાયત બે નગરપાલિકાઓ અને એક જિલ્લા પંચાયત માટે મતદાન થવાનું છે મતદાન થવાનું છે જેને લઇ તૈયારીઓ કરવામાં તંત્ર વ્યસ્ત છે નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો તાલુકા પંચાયતની 132 બેઠકો અને નગરપાલિકાના 19 રોડ માટે મતદાન થવાનું છે જેના માટે ૧૧૧૩ જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે ૫૫ જેટલા સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે કુલ 300 જેટલા પોલીસ હોમગાર્ડ અને એસઆરપી જવાનો સુરક્ષા બંદોબસ્ત માં જોડાવાના છે.નવસારી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી