પાકિસ્તાની સેના - આઈએસઆઈએસ અને અલકાયદા વચ્ચે સાઠગાંઠ - ઓબામા

પાકિસ્તાની સેના - આઈએસઆઈએસ અને અલકાયદા વચ્ચે સાઠગાંઠ - ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ માં લખ્યું છે કે ઓસામા બિન લાદેન જયાં રોકાયો હતો એ જગ્યા પર છાપો મારતી વખતે તેમને આ સમગ્ર ઓપરેશનમાં પાકિસ્તાનને સામેલ કરવું ઉચિત લાગ્યું ન હતું કારણ કે પાકિસ્તાનના સૈન્ય અને તેની ગુપ્તચર સેવાઓમાં કેટલાંક તત્વો તાલિબાન અને અલ-કાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા હતાં અને ઘણી વખત અફઘાનિસ્તાન અને ભારત વિરુદ્ધની વ્યુહાત્મક અસ્કયામતો તરીકે તેમનો ઉપયોગ કરતા હતા એ એક ‘ઓપન સિક્રેટ’ હતું।
વર્ષ 2011ની 2 જી મે એ વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનનો સફાયો કરનારા અમેરિકન કમાન્ડો દ્વારા અબોટાબાદ ખાતે પાડવામાં આવેલા છાપાની વિગતોનું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે તત્કાલીન સંરક્ષણ સેક્રેટરી રોબર્ટ ગેટસ અને તેમના ભૂતપૂર્વ વાઈસ પ્રેસીડેન્ટ કે જેઓ હાલમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે તે જો બાઈડને આ ટોપ સિક્રેટ ઓપરેશનનો વિરોધ કર્યો હતો.
‘અ પ્રોમિસ્ડ લેન્ડ’પુસ્તકમાં તેમણે લખ્યું છે કે અલ કાયદાનો ચીફ અબોટાબાદમાં પાકિસ્તાની સૈન્યના કેમ્પના બહારના વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ રોકાયો હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ બિન લાદેનને મારવા માટેના વિવિધ વિકલ્પો વિચારવામાં આવ્યા હતા. અમને જે માહિતી મળી હતી તેના આધારે મેં નકકી કર્યું કે કમ્પાઉન્ડ ઉપર હુમલો કરવા માટેના જુદા જુદા વિકલ્પો વિકસાવવા માટે અમારી પાસે પુરતી જાણકારી હોય. સીઆઈએની ટીમે પેસરની ઓળખ કરવા પર કામ ચાલુ રાખ્યું ત્યારે મેં ટોમ ડોનિલોન અને જહોન બ્રેનનને છાપો કઈ રીતે મારવો તેના રસ્તાઓ શોધવા જણાવ્યું હતું।