પંચમહાલ : જય અંબે ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઝૂમ્યા

આઠમા નોરતે સુલીયાત ગામના જય અંબે ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગરબે ઝૂમ્યા હતા,આ દિવસે ૧૦૮ દિવાની આરતી પણ કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના આદિવાસી વિસ્તાર ગણાતા સુલીયાત ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી જય અંબે ગરબા મંડળના આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે,આ ગરબા મહોત્સવમાં દૂર- દૂરથી ખેલૈયાઓ ગરબા રમવા આવતા હોય છે, ત્યારે આઠમા નોરતે સુલીયાત ગામના ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા ૧૦૮ દિવાની આરતી કરીને અંબે માતાનું પૂજા અર્ચના કરવામાં આવી, ત્યારબાદ ગરબાની શરૂઆત કરવામાં આવતા ઉમંગ અને ઉત્સાહભેર ખેલૈયાઓએ તાળીઓના તાલે ગરબા રમીને માની આરાધના કરી હતી.