પંચમહાલ : ભાજપના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ ચુંટણી સભા સંબોધી

મોરવા હડફ ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ ચુંટણી સભા સંબોધી હતી.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આજે ચૂંટણી પ્રચાર સભા સંબોધવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા, તેઓ દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધવામાં આવી હતી, સભા દરમ્યાન પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, બીજી તરફ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ કરીને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી, તદ્પરાંત પુરૂષોત્તમ રૂપાલાએ ગોધરામાં યોજાયેલી ઓવૈસીની પાર્ટી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઓવેસી અહીં ચૂંટણી લડે છે પણ એનો એજન્ડા શું એ અંગે એણે ચોખવટ નથી કરી.જે પાર્ટીનો કોઈ એજન્ડા નથી કોઈ આગળની રણનીતિ નથી ,અમદાવાદમાં ઓવેસીની પાર્ટીને મળેલી બેઠકોને ટાંકી પુરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું લોકોને જાણ નથી જેની કોઈ ચર્ચા નથી તેમ છતાં કોઈ એવો તરીકો છે જેના થકી ચૂંટણીઓ જીતી શકાય છે જેની સમજણ દેશના બધા નાગરિકોમાં આવશે ત્યારે ઓવેસીના બધા સવાલોના બધા સવાલોનો જવાબ મતદારો આપશે આપો આપ મળી જશે.