પંચમહાલ : શાળા સંચાલકો અને શિક્ષકની ઘોર બેદરકારી આવી સામે

હાલોલ જી. આઈ. ડી. સી. માં. આવેલી મોડલ સ્કૂલમાં બે વર્ષ અગાવ (10)માં ધોરણ માં નાપાસ હોવા શતા અગ્યાર (11) માં ધોરણમાં એડમિશન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીના વાલીને ખ્યાલ ન હતો કે વિદ્યાર્થીની દસમા ધોરણમાં નાપાસ થયેલ છે ત્યારે સર્ટી રીઝલ્ટ લઇ ને બે વર્ષ અગાઉ મોડેલ સ્કૂલ માં એડમિશન માટે ગયા હતા ત્યારે મોડલ સ્કૂલમાં
સંચાલકો શિક્ષકો રિજલ્ટ જોયા વગર અગિયારમાં ધોરણમાં એડમિશન આપી દેવામાં આવ્યું હતું
અગિયારમાં ધોરણમાં પાસ પણ કરી દીધી છે અને બારમાં ધોરણ માં આખુ વર્ષ ઓનલાઇન પણ અભ્યાસ કર્યો છે જ્યારે ૧૨ મા ધોરણ નું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે શિક્ષક
ને ખ્યાલ આવ્યો કે વિધાર્થીની દસ માં ફેલ છે ત્યારે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું તો 10 મા ફેલ છે એટલા માટે તું બારમા ધોરણની પરીક્ષા નહીં આપી શકે ત્યારે શું આ શાળાના સંચાલકોને ને બે વર્ષ સુધી ખ્યાલ જ નહિ આવ્યો હોય અને ખાસ તો વાત એ છે કે બે વર્ષ સુધી શાળામાં કોઇ ઓડિટ કરવામાં આવ્યું નહીં હોય જો ઓડિટ કરવામાં આવ્યું હોય તો ખ્યાલ કેમ ના આવ્યો કે આ વિદ્યાર્થીની દસમા ધોરણમાં ફેલ થયેલ છે છતાં એડમિશન આપી દીધું છે ત્યારે હવે વાલી દ્વારા અને વિદ્યાર્થીની દ્વારા બે વર્ષ બગડ્યા છે તો એ બાબતે રિફંડ માંગી રહ્યા છે અને વિદ્યાર્થીની પાવાગઢ થી મોડલ સ્કૂલ માં ભણવા માટે ઘરેથી અપડાઉન કરતી હતી વાલી દ્વારા જણાવવામાં આવ્યું કે પાવાગઢ થી મોડેલ સ્કૂલ માં જવા માટે કોઈપણ સાધન માં બેસીને જવું પડતું હતું ત્યારે વાલીનો એવું કહેવું છે કે મારી છોકરી આ બાબતને લઈને કોઈ અઘટિત પગલું ભરે તો જવાબદાર કોણ તેવાં વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે શાળા સંચાલકો ના કારણે વિદ્યાર્થીના બે વર્ષ બગડ્યા તેનું જવાબદાર કોણ તેવું વાલી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો શું આ વાત પછી આ બાબતે શિક્ષણ વિભાગ જવાબદાર શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરશે ખરા
અને વિદ્યાર્થીની ને જવાબદાર અધિકારી દ્વારા રિફંડ આપવામાં આવછે ખરું કે પછી વાલીની આશા ઠગારી નીવડ છે તેતો જોવુજ રહીયુ