પાટણ : બાલીસણા ગામે ડે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

24 માર્ચ વર્લ્ડ ટી.બી.મુક્ત દિવસની ઉજવણી ના ભાગરૂપે પાટણ જીલા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત પાટણ તાલુકાના બાલીસણા ગામે ટી.બી.હારસે, પાટણ જીતશે અભિયાન હેઠળ ડે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું જીલા વિકાસ અધિકારી ડી.કે પારેખના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે ડી.ડી.ઓએ ટોસ ઉછાળી બેટિંગનો લ્હાવો માણ્યો હતો.તો પ્રથમ દિવસે જીલા હેલ્થ ટીમ અને રાધનપુરની ટિમ વચ્ચે મેચ યોજાઈ હતી.ક્રિકેટના માધ્યમ થકી લોકોમાં અને સમાજમાં ટીબી પ્રત્યે જાગૃતિ આવે એવા આશયથી જીલા આરોગ્ય વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.હારસે, પાટણ જીતશે અભિયાન હેઠળ ખેલાડીઓને ટી શર્ટ અને ટોપીઓ તેમજ કિટનું વિતરણ કરવામાં પણ આવ્યું છે.ટુર્નામેન્ટના અંતે વિજેતા ટિમને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવશે.
ટી.બી જેવા રોગ સામે ક્રિકેટના માધ્યમથી યુવાઓ અને સમાજને જાગૃત કરવાનો આરોગ્ય વિભાગનો આ પ્રયાસ જીલામાં પ્રસંશા પામી રહ્યો છે.