પ્રાંતિજ : કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં જગત જનની માં જગદબા નું આરાધના પર્વ નવરાત્રી શ્રાધ્ધ ઉમંગ ભેર ઉજવાઇ રહી છે ત્યારે છઠ્ઠા નોરતે પ્રાંતિજ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વેશભુષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વેશભૂષા સાથે ખૈલયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતાં
પ્રાંતિજ સહિત તાલુકા માં નવરાત્રી નો રંગ જામ્યો છે ત્યારે પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજ તથા અન્ય સમાજ તથા લોકોને સંદેશ આપતી થીમ પર ગરબા ની રમઝટ બોલાવતા નજરે પડયા હતાં અને સ્વચ્છતા તથા પ્લાસ્ટિક બેગ અંગે જન જાગૃતિ નો પર્યાવરણ નુ જતન સહિત આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ અનુકરણીય છે તો ભગવાન સાંઇ બાબા થી લઇને દેશ ના વિર શહીદો તથા ક્રિકેટર , ર્ડાકટર , દર્દી , પાગલ , ભિખારી , ભૂત , નેતાઓ તથા મહાભારત ના યુધ્ધ વખતે ભગવાન કુષ્ણ દ્રારા અર્જુન ને જે સમજાવવામા આવે છે તે આબેહૂબ કથાનો ક્ષાર અહી એક ઝાંખી પણ અહીં જોવાં મળી હતી તો બીજી તરફ ગરબા ની રમવાની ક્ષણ ને યાદગીરી રૂપે રાખવા માટે નુવાધન ને યાદગીરી રૂપે રાખવા માટે યુવાધન ને સહુ કોઈ સેલ્ફી લેતા નજરે પડી રહ્યાં હતા તો હવે નવરાત્રી ના આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે હાલતો ખૈલયાઓ મન મુકીને ગરબે ઘુમતા નજરે પડયા હતાં અને એક મીનીટ પણ બગાડવા માંગતા ના હોય તેમ વિવિધ થીમ અને ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબા ગાતાં જોવાં મળ્યા હતાં