પ્રાંતિજ : પોગલુ પીએચસી ખાતે જીલ્લા કલેકટરે રસી કેન્દ્રની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા કલેક્ટર ર્ડા.રાજેન્દ્ર પટેલ દ્વારા વેક્સિનેશન ની કામગીરી ને લઈ ને સમીક્ષા કરવામા આવી જેમા પ્રાંતિજ સીએચસી તથા પોગલુ પીએચસી ખાતે સ્થળ મુલાકાત લીધી .
પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા ર્ડા.રાજેન્દ્ર પટેલ દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ સીએચસી અને પોગલુ પીએચસી ખાતે રસીકરણ ના ભાગરૂપે સ્થળ મુલાકાત લીધી હતી અને રસી લીધેલ લોકો સાથે રૂબરૂ મલી ચર્ચાઓ કરવામા આવી હતી તો જિલ્લા સમાહર્તા દ્વારા ૪૫ વર્ષ થી વધુ ની ઉમર ના લોકો એ ફરફરજિયાત રસી મુકાવે અને જિલ્લા ના તમામ લોકો ને હાલ વધી રહેલ કોરોના નો વ્યાપ સામે સોશિયલ ડીસટન અને માસ્ક ફરફરજિયાત પહેરવા અને સેનીટાઇઝર નો ઉપયોગ ખાસ કરી ને જરૂરિયાત વગર જિલ્લા ના લોકો ને બહાર ના જવા અપીલ કરી હતી તો પ્રાંતિજ તાલુકાના લાલપુર-જેનપુર એમ બે સ્થળોએ દફતરી તપાસ ની હાથ ધરવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા , પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , તાલુકા વિકાસ અધિકારી નીતીનભાઇ પટેલ , તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી , સિવિલ હોસ્પિટલ ના ર્ડા. હર્ષ પટેલ , પ્રાંતિજ પીઆઈ પી.એલ. વાધેલા સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .