પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજના નો લાભ માર્ચ સુધી લંબાવાની યોજના

પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજના નો લાભ માર્ચ સુધી લંબાવાની યોજના

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયાના અર્થતંત્રો તૂટી પડ્યા છે ત્યારે દરેક દેશ પોતાના અર્થતંત્રને વેગવંતુ કરવા રાહત પેકેજો જાહેર કરી રહ્યું છે ત્યારે ભારત પણ આ પેકેજ આપવામાં બાકત નથી રહયું। મોદી સરકારે અત્યારસુધીમાં 2 રાહત પેકેજ આપી  એક તરફ મોદી સરકાર ત્રીજું રાહત પેકેજ લાવવાની તૈયારીમાં છે ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો ફાયદો આવનારા વર્ષે માર્ચ સુધી વધારી શકાય છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાનો સમય વધારવાનો પ્લાન કરી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કીમને સરકારે નવેમ્બર સુધી વધારી હતી. આ સ્કીમમાં સરકાર હવે માર્ચ સુધી ફ્રી અનાજ અને રોકડ રકમ આપવાનું વિચારી રહી છે. દેશની ગરીબ જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે સરકારે PMGKY યોજનાની જાહેરાત માર્ચમાં કરી હતી. પહેલા આ યોજના જૂન સુધી લાગૂ કરાઈ હતી. ત્યારબાદ તેને નવેમ્બર 2020 સુધી લંબાવાઈ હતી અ્ને ફરી તેને માર્ચ સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે. આ યોજનામાં સરકાર કેશની સાથે અનાજની સમય મર્યાદા પણ વધારી શકે છે. એક અધિકારીએ કહ્યું કે સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોકસ કરાયું છે.
ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર 20 કરોડ જનધન ખાતા અને 3 કરોડ ગરીબ સિનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરાશે. આ કેશ ટ્રાન્સફર સ્કીમ પણ PMGKYનો ભાગ છે. PMGKYના આધારે એક વ્યક્તિને 1 મહિનામાં 5 કિલો ઘઉં કે ચોખા ફ્રીમાં મળશે, સરકારની આ યોજનાનો ફાયદો દેશના 81 કરોડ ગરીબ લોકોને મળશે. આ સિવાય 19.4 કરોડ હાઉસ હોલ્ડરને દર મહિને 1 કિલો ચણા ફ્રી મળશે.આ અનાજ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના આધારે અપાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારીને રોકવા લોકડાઉનમાં લોકોને બચાવવા PMGKYની જાહેરાત કરી. કુલ 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજના આધારે સરકારે ગરીબોને ફ્રીમાં રાશન, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો  તથા ખેડૂતોને રોકડ સહાયની જાહેરાત કરી. તેમાં પીએમ કિસાન સ્કીમના આધારે 8 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર કરાઈ. મહામારીમાં કેન્દ્ર સરકારે દેશની જનતાને વાયદો કર્યો કે અનાજની ખામીના કારણે 5 મહિનામાં કોઈ પરિવાર ભૂખ્યો ન રહે તેનું ધ્યાન રખાશે।