પ્રધાનમંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ હાજીરાથી ઘોઘા રો પેક્સ ફેરી 2 થી 3 દિવસ બંધ રહેશે

પ્રધાનમંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ હાજીરાથી ઘોઘા રો પેક્સ ફેરી 2 થી 3 દિવસ બંધ રહેશે

પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરાથી ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું મોદીના હસ્તે 2 દિવસ પહેલા જ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમી હશે. આ અંતર કાપવા માટે રોડ માર્ગે 10 થી 12 કલાક થતી હતી જે હવે સમુદ્ર માર્ગે માત્ર 4 કલાક થશે. આ રો-પેક્સ સેવા એટલે કે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. જો કે રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થશે એટલે વેપારમાં સુવિધા વધશે, ઝડપ વધશે જેને લઇ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે.પરંતુ આ રો-પેક્સમાં સફર કરવા માંગતા પ્રવાસીઓ માટે દુઃખદ સમાચાર આવ્યા છે. ટેક્નિકલ ખામીના કારણે આજે ઘોઘા - હજીરા રો રો ફેરી સર્વિસ રદ્દ કરાય છે અને તમામને રિફન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રો-રો ફેરી સર્વિસના કર્મચારીએ નિવેદન આપ્યું હતું કે, ટેક્નિકલ ફોલ્ટના કારણે સેવા રદ કરાઇ છે. 2 થી 3 દિવસ બાદ ફેરી ફરી શરૂ થશે. હાલ તમામને રીફન્ડ આપવામાં આવશે.