પોલીસ સ્મૃતિ દિવસ - પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોલીસ જવાનોની કામગીરીને સલામી આપી

પોલીસ સ્મૃતિ દિવસ - પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોલીસ જવાનોની કામગીરીને સલામી આપી

આજે દેશમાં પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જે પ્રસંગે દિલ્હી સ્થિત પોલીસ સ્મારક પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી આવી અને પરેડને સંબોધિત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરી પોલીસ જવાનોને સલામ કરી. લખ્યુ હતું પોલીસકર્મી અને તેમના પરિવારજનોને સલામ કરવાનો દિવસ છે. અમે તમામ શહીદોને નમન કરીએ છીએ. પોલીસકર્મી હંમેશા લો એન્ડ ઓર્ડર બનાવવા અને દેશવાસીઓની સેવામાં જોડાયેલા રહે છે. કોરોનામાં પણ તેમણે આમ જ કર્યુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી આવી અને પરેડને સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે દેશ પોતાના તહેવાર મનાવે છે ત્યારે પોલીસકર્મી ફરજ પર હાજર રહે છે. આ વર્ષે 260 પોલીસકર્મીઓ શહીદ થયા છે. આજે સ્મારકના માધ્યમથી નવી પેઢીને તેમના બલિદાન વિશે જાણકારી મળી રહી છે. કોરોનાં મહામારીના સમયમાં લોકડાઉનના અમલીકરણ દરમિયાન પોલીસની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. કોરોનાના કારણે 343 પોલીસકર્મીઓના મોત થયા છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ માટે પડકારો વધી રહ્યા છે. આતંકવાદ, મહિલાઓ વિરુદ્ધના ગુના, ડ્રગ્સ, ફેક કરન્સી જેવા અનેક પડકારો છે. ધો.12 પછી વિધ્યાર્થીઓને સુરક્ષા અંગે માહિતગાર કરાશે.પોલીસવાળાઓએ દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે. તેમના બલિદાનના કારણે આજે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.
અંતે અમિત શાહે કહ્યું હતું કે તમે દેશ સંભાળો, સરકાર તમારા પરિવારની રક્ષા કરશે. જલ્દી પોલીસ ક્ષેત્રમાં અનેક ફેરફાર કરવામાં આવશે. જે તમામ ફોર્સ માટે ફાયદાકારક રહેશે.