પાલનપુર : બનાસડેરીના ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર થયો પલ્ટી

પાલનપુર તાલુકાના મલાણા થી ખેમાણા ગામથી આબુ હાઇવે ને જોડતા માર્ગ પર ગત મોડી રાત્રે બનાસડેરીના ટેન્કરે પલ્ટી મારી હતી. ટ્રક ગાય ઉપર પલ્ટી મરતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાસડેરી ના ટેન્કર નંબર GJ 12 AW 7099 જે ટેન્કર ગાય ઉપર પલ્ટી મરતા ગાય નું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર એક મજૂરી વર્ગ ધરાવતા ખેડૂત મોહનભાઈ માજીરાણાં ની ગાય ઉપર ખાબકયુ હતું, જેથી ગાય ટેન્કર નીચે આવતા ગાય નું મોત નીપજ્યું હતું. આ મૃતક ગાય ના માલિક મોહનભાઈ માજિરાણા ભાગીયાં તરીકે ખેતી કરતા હતા અને પશુપાલન ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હતા .
જોકે સદનસીબે લોકોની જાનહાનિ ટળી હતી. નાના અને મજૂરી વર્ગ ના ખેડૂત હોવાથી ખેડૂત ના માથે અચાનક ચિંતા નું મોજું ફરી વળ્યુ હતું. પરિવારનું ગુજરાન પણ ખેત મજૂરી તેમજ પશુપાલકો ઉપર નિર્ધારિત હોવાથી અચાનક આવી ઘટના બનતા મજૂરી વર્ગ ધરાવતા ખેડૂત પર ચિંતા નું આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. અને ગામલોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ મલાણા થી ખેમાણા ગામને જોડતો માર્ગ છેક સુધી સાંકડો હોવાથી આવી ઘટનાઓ વારંવાર સર્જાય છે અને આજુબાજુ ના ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો ને પણ ત્યાંથી અવર જવર કરતી વખતે પણ અકસ્માત થવાની ભીતી રહે છે.માટે તંત્ર દ્વારા આ રસ્તો પણ ખુલ્લો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અને બનાસડેરી દ્વારા આ ઘટના બાબતે કોઈ આર્થિક સહાય કે વળતર ચૂકવવામાં આવે તેવી મૃતક ગાય ના માલિક તેમજ સ્થાનિક ખેડૂતો ની માંગ છે.