બારડોલી : ગુજરાત પ્રેસ એકેડમી દ્વારા પરી સંવાદનું આયોજન કરાયું

આઝાદી ક અમૃત માહિત્સવ હેઠળ હાલ રાજ્ય માં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે પણ આવાજ એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રેસ એકેડમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરત દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. આઝાદી ની લડત માં સુરત જિલ્લા નું યોગદાન ઉપર પરીસૌવાદ નું બારડોલી ના ગોવિંદશ્રમ મંદિર ના હોલમાં આયોજન કરાયું હતું. જ્યાં મુખ્ય વક્તા અને સ્વતંત્રસેનાની પુત્રી દ્વારા આઝાદી પૂર્વે ની વાતો તાજી કરી હતી.
આઝાદી પૂર્વે બનેલ ઘટના ઓ નું મુખ્ય કેન્દ્ર બિંદુ સુરત જિલ્લા નું બારડોલી રહ્યું હતું. અને બારડોલી સત્યાગ્રહ ના વિજય થકી દેશ માં આઝાદી ની લડત ના મંડાણ થયાં હતાં. કેળવણીકાર લેખક અને મુખ્ય વક્તા ભદ્રાયું ભાઈ એ આજ વાત ઉપર પ્રકાશ પાડ્યો હતો.
સને 1928 ની સાલ માં સરદાર પટેલ ના નેતૃત્વ માં બારડોલી સત્યાગ્રહ નો છ જ માસ માં વિજય થયો હતો. અને ત્યાર બાદ આઝાદી ની લડત માટે સૌ આગળ આવ્યા હતા. અને જેમાં સુરત જિલ્લા ના આગેવાનો , ખેડૂતો મોખરે હતા. જોકે વલ્લભભાઈ પટેલ ને સરદાર નું બિરુદ પણ આજ સુરત જિલ્લા માંથી મળ્યું હતું. જે અકોટી ના ભીખી બેને આપ્યું હતું. જ્યારે ગાંધીજી ને પણ મહાત્મા નું બિરુદ સુરત માંથી જ આપવામાં આવ્યું હતું. અને રામજી પત્રિકા ના મણિલાલ ભાઈ એ બિરુદ આપ્યું હતું. આ તમામ ઘટનાઓ આજે જીવંત કરી ને સુરત જિલ્લા નું આઝાદી માં યોગદાન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.