બારડોલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને બારડોલી ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયારી ને અંતિમ ઓપ આપી દેવાયો છે. અને મતદાન માટે ઉપયોગ થનાર ઈ વી એમ મશીન ને સિલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ને આગામી 28 મી તારીખ ના રોજ મતદાન થવાનું છે. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી નગર પાલિકા ની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કા માં તૈયારી શરૂ કરી દેવાય છે. ત્યારે બારડોલી ની બી એ બી એસ શાળા ખાતે પાલિકા ની ચૂંટણી માં ઉપયોગી થનાર ઈ વી એમ મશીન ને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને પાલિકા ના તમામ વોર્ડ ના ઉમેદવારો ને હાજર રાખી પ્રક્રિયા કરવામાં આવી હતી. બારડોલી નગર પાલિકા ની વાત કરી એ તો કુલ 9 વોર્ડ અને 36 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે 49 ઈ વી એમ ઉપયોગી થશે. જ્યારે 11  જેટલા ઈ વી એમ  સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવનાર છે.