બનાસકાંઠા : કચ્છ ની કળા હવે બનાસકાંઠામાં જોવા મળી રહી

ગુજરાત નું કચ્છ એક રળિયામણો વિસ્તાર છે અને આ વિસ્તાર માં અનેક કળા ઓ સમગ્ર દેશ માં વખણાય છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પણ હવે કચ્છ ની કળા બનાસકાંઠા માં જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા ના ભાવનગર ગામે રહેતા સુરેશભાઈ પટેલ આત્મ નિર્ભર બનવા માટે ખેતી ની સાથે અવનવી ડિઝાઈનર થી ઘર આંગણે શોભે તેવી ચીજ વસ્તુ તૈયાર કરે છે....
સુરેશભાઈ પટેલ એક ખેડૂત છે અને ખેતી અને પશુપાલન ધંધા ની સાથે સાથે અવનવી ડિઝાઈનર થી તૈયાર કરે છે અનેક ચીજ વસ્તુ જેમાં ડિઝાઈનર‌ ખાટલા,ખાટલી,ઝુલા ,ઘર આંગણે શોભે તેવા તોરણ ,ગણપતિ ,જેવી અનેક ચીજ વસ્તુ તૈયાર કરવામાં આવે છે જેમાં આ ચીજ વસ્તુ ની માંગ બનાસકાંઠા પાટણ ,અમદાવાદ, મુંબઈ ,યુ કે અને યુ પી સુધી મુકલવામાં આવે છે.
સુરેશભાઈ પટેલ નું કહેવું છે કે ખેતી સાથે પશુપાલન પર આખો પરિવાર નિર્ભય હતો પરંતુ કચ્છ ની મુલાકાત લીધી ત્યારે અમો ને અનેક ચીજ વસ્તુઓ ત્યાં જોવા મળી એટલે મનમાં એક વિચાર આવ્યો કે કેમ આવી ડિઝાઈનર હાથે તૈયાર કરી બનાસકાંઠા વેચીએ જેથી સુરેશભાઈ ઘર બેઠા અવનવા ડિઝાઈનર થી તૈયાર થતા ખાટલા ,નાની ખાટલીઓ તૈયાર કરી જો કે આ કામ માં તેમની કાકા ની દીકરી કાજલ અને આશા પણ જોઈન્ટ થઈ અને સોસીયલ મીડિયા ના માધ્યમ થી તેમને પણ અલગ પ્રકાર ની વેરાઈટી ચીજ વસ્તુ બનાવવાનું શરૂ કર્યું
હાલ આ પરિવાર ના 8 સભ્યો અલગ અલગ પ્રકાર ની વેરાયટી ડિઝાઈનર ની ચીજ વસ્તુઓ તૈયાર કરે છે જેમાં સુરેશભાઈ પટેલ ના નાના ભાઈ તથા કુટુંબી ભાઈ અને બહેનો પણ આ કામ કરે છે અને એક ખેડૂત પરિવાર આત્મ નિર્ભર જિંદગી જીવી રહો છે અને બીજા લોકો ને પણ આવી ચીજ વસ્તુઓ તૈયાર કરવા આહવાન કરે છે