બનાસકાંઠા : ડીસા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ડ્રગ્સ નેટવર્કનું હબ બનતું જઈ રહ્યું છે અને ડીસામાથી વારંવાર ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે ગત રાત્રી દરમ્યાન વધુ એક વાર ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરતાં ચકચાર મચી ગઈ છે.
ઉત્તર ગુજરાતનાં વેપારી મથક તરીકે ખ્યાતનામ ડીસા શહેરને મિનિ મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.. એક સમયે ગુજરાતમાં પોર બંદર બાદ ડીસા ગેર કાયદેસર પ્રવુતિમાં નામના ધરાવતું હતું. પરંતુ સમય જતાં ડીસાની છાપમાં બદલાવ જોવા મળ્યો... ત્યારે વર્તમાન સમયમાં એકવાર ફરી ડીસા શહેર ભૂતકાળ તરફ આગળ વધી રહ્યું છે.. અને ડીસામાં હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગુન્હાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.. ડીસામાં છેલ્લા એક માસમાં ત્રણ વખત ખતરનાક ડ્રગ્સ ઝડપાઇ જવાની ઘટના સામે આવી છે. અગાઉ ડીસા શહેર દક્ષિણ પોલીસે શહેરની મોઢેશ્વરી સોસાયટીમાથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ આજે ડીસા તાલુકા પોલીસે કંસારી ગામ નજીકથી ૧૧ લાખ ૭૫ હજારની કિંમતના મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે એક કાર અને ચાર શખ્સોની અટકાયત કરી છે.. ડીસા તાલુકા પોલીસ રાત્રિ દરમ્યાન કંસારી ગામ નજીક પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ડીસા તરફથી આવી રહેલી એક આઈ ટ્વેન્ટી કારને ઊભી રખાવવાનો પ્રયાસ કરતાં કારના ચાલકે કારને ભગાડી દિધી હતી.. જેથી પોલીસે આ કારનો પીછો કરતાં આ કારનું ધાનેરા રોડ પર આવેલા ટેટોડા ગામ નજીક આગળનું ટાયર ફાટી જતાં કારમાં સવાર શખ્સો કાર મૂકીને ભાગી રહ્યા હતા.. તે દરમ્યાન આ શખ્સોનો પીછો કરીને તેમની ઝડપી પાડીને ડીસા તાલુકા પોલીસ મથક લાવ્યા હતા.. બાદમાં પોલીસને જોઈને ભાગી રહેલા આ શખ્સો પર પોલીસને શંકા જતાં પોલીસે વધુ પૂછપરછ કરી હતી.. પોલીસની આ પૂછપરછ દરમ્યાન ઝડપી પાડવામાં આવેલા શખ્સોએ તેમની કારમાં મેફેડ્રોનનો જથ્થો હોવાની કબૂલાત કરી હતી.. બાદમાં પોલીસે કારની તલાશી લેતા કારમાથી ૧૧ લાખ ૭૫ હજારની કિંમતનો ૧૧૭.૫૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો.. જેથી પોલીસે ડ્રગના જઠ્ઠ સહિત કાર અને અન્ય મુદ્દામાલ સહિત અંદાજિત ૧૫,૧૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.. પોલીસે આ ઘટનામાં ચાર શખ્સોની અટકાયત કરી છે.. જેમાં રાજસ્થાનના ચીતલવાણાના ભવરલાલ ભગવાનરામ જાટ, રાતનલાલ પ્રેમારામ નૈ અને રાજસ્થાનના ધોરીમન્નાના હનુમાનરામ જુજારામ જાટ, હનુમાનરામ ભવરારામ જાટની અટકાયત કરી છે.
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું નેટવર્ક વિસ્તરી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.. અને હજુ પણ શહેરના ઘણા વિસ્તારમાં ડ્રગ્સ માફિયા સક્રિય છે. ત્યારે પોલીસ દ્વારા હજુ સઘન તપાસ ચલાવે તો આખું નેટવર્ક બહાર આવી શકે તેમ છે.