બનાસકાંઠા : પશ્વિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલના હસ્તે લોકાર્પણ કરાયું

પશ્વિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલના હસ્તે વિવિધ જગ્યાએ ભીલડીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
ભીલડીમાં પશ્વિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલ તેમજ અશેષ અગ્રવાલ પ્રમુખ મુખ્ય યાત્રિક એંજિનિયર તેમજ દિપકકુમાર જા મંડળ રેલપ્રબંધક અમદાવાદ જેમાં નવા રેલ્વેના આવાસકોટરો , ગાર્ડન , પાણીનાબોર , યાત્રિકો માટે બેસવા માટે વી.યાઇ.પી વર્ગખંડ તેમજ ગાર્ડ ડ્રાઇવર માટે લાંબી અને વી.આઇ.પી રૂમ બેઠક માટે વગેરે જગ્યાએ રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતું જેમાં વર્ષોથી રેલ્વે સામેની જૂની માંગણીઓ અરજદારોએ સવારથી આજુબાજુ ગામોના સરપંચ તેમજ આગેવાનો દ્વારા અરજીઓ લઇને લોકો ના ટોળે ટોળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સોયલા ફાટક નં ૪૩ બંધ રહેવાથી અનેક સમસ્યાઓથી લોકોને પીડાતા તેની લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ ફાટકનં ૪૪ જૂના નેસડા રાત્રિના સમયે ગેટમેન ન હોવાથી રાત્રે ફાટક બંધ રહે છે. તેની રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં ફાટક. ૪૨ માં પણ ગેટમેન ન હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેમા પાલડી માં ૧૭ પરિવારનો ૭૦ વર્ષ જૂનો રેલ્વે દ્વારા અવર જવર માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો જેની રજૂઆત કરવામાં આવી હતી. અને રામવાસ ગામ નજીક ફાટક ની બાજુમાં રસ્તો બંધ કરાતાપણ તેની રજૂઆત કરવામાં આવી હતી. જે વર્ષો જુની રેલ્વેની લોકોની માંગણીઓ મહાપ્રબધંક ને લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી. જેમા ભીલડી શહેર પોલીસ , આર.પી.એફ , જી.આર.પી.એફ , રેલ્વેના કર્મચારી કાફલા સાથે ઉપસ્થિત રહ્યા હતા‌. લોકલ ટ્રેનો માર્ચ મહિનામાં ચાલુ થશે કોરોના સમયે બંધ થયેલી પાલનપુર,ભૂજ સહીતની લોકલ ટ્રેનો આગામી માર્ચ મહિના બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવનાર હોવાનું રેલ્વે વિભાગે જણાવ્યુ હતુ.