બનાસકાંઠા : ભીલડી પોલીસના લેડી સિધમની પ્રશંસનીય કામગીરી

ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એ.બી શાહ એ ટુંકા ગાળામાં મહત્વ ના કેશો માં સફળતા મેળવી સિંઘમ લેડી તરીકે ની છાપ ઉભી થઈ છે પી.એસ.આઇ ની સરાહનીય કામગીરી ને લઇ જીલ્લા પોલીસ વડા એ પણ સન્માનિત કર્યા છે. આરોપીઓને પકડવાના હોય કે ક્રાઇમ ની ઘટના આ તમામ ક્ષેત્ર માં પ્રશંસનિય કામગીરી રહેલી છે જિલ્લા પોલીસ દ્વારા 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન કોગ્નીઝેબલ ગુનાઓ માં વર્ષોથી નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવમાં ૧૦ થી ૩૪ વર્ષ થી ફરાર ૩ આરોપીઓને શોધી કાઢી પકડી પાડેલ તેમજ પંજાબ ના જલંધર માંથી ભીલડી ની ગુમ થયેલ દીકરી ને પરત લાવી તેમજ પ્રિપ્લાન ના મર્ડર ની ઘટનાને અકસ્માત માં ખપાવનાર શખ્સોને શક ના આધારે શોર્ટ ટાઈમ માં ભેદ ઉકેલી ભીલડી પી.એસ આઈ એ.બી.શાહ એ પ્રશંસા મેળવી છે તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ દ્વારા ટ્રોફી તેમજ સન્માંન પત્ર આપવામાં આવ્યું છે
ભીલડી પી.એસ.આઇ એ રાત દિવસ સતત કાર્યરત માં વ્યસ્ત રહી કર્તવ્ય નિસ્વાર્થ ભાવના સાથે ભીલડી પો.સ્ટેશન તેમજ ભીલડી વિસ્તાર માં નામના મેળવી રહ્યા છે ભીલડી તેમજ આજુબાજુ ની જનતા દ્વારા પણ પી.એસ.આઇ એ.બી શાહ ની કામગીરી બિરદાવવામાં આવી રહી છે.