ભાભર : મોર્ડન સ્કુલ નજીક મેડિકલ વેસ્ટ જથ્થો ફેંકતાં ચકચાર

ભાભર શહેરમાં આવેલી મોર્ડન સ્કુલ નજીક જાહેર જગ્યાએ ખાનગી હોસ્પિટલો દ્વારા દવાઓનો વેસ્ટ જથ્થો ફેંકવામાં આવતાં આજુબાજુના લોકો માં રોષ ફેલાયો હતો જેમાં કોરોના સમયે ભાભરની કેટલીક હોસ્પિટલો દ્વારા દ્દર્દીઓને કોરોના ના કેસો અને સી આર પી વધારે બતાવીને ગામડાની ભોળી જનતાને છેતરતા હોવાની રાડ ફરિયાદો ઉઠવા પામી હતી છતાં જવાબદાર આરોગ્ય તંત્ર નિષ્ક્રિય રહેલ જ્યારે મેડિકલ વેસ્ટ જથ્થો જાહેર રસ્તા પર બિન્દાસ પણે ફેંકવામાં આવતાં આરોગ્ય વિભાગ ની નિષ્ક્રિયતા સામે આવી હતી જાહેરમાં મેડિકલ વેસ્ટ જથ્થો નાખવામાં આવતાં ફરી લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે.