ભારતીય મેડિકલ સંસ્થા ICMR નું નિવેદન - બંધ થઇ શકે છે પ્લાઝ્મા થેરાપી

ભારતીય મેડિકલ સંસ્થા ICMR નું નિવેદન - બંધ થઇ શકે છે પ્લાઝ્મા થેરાપી

ICMR એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઘણા અભ્યાસો પહેલા જણાવ્યું હતું કે પ્લાઝ્મા થેરેપી મૃત્યુદર ઘટાડવા માટે ખૂબ અસરકારક નથી. હવે તે તેને નેશનલ પ્રોટોકોલમાંથી કાઢી નાખવા માટે વિચારણા કરી રહી છે. ICMR પહેલા પણ ઘણીવાર પ્લાઝ્મા થેરેપી અંગે સવાલ ઉઠાવી ચુક્યું છે. હાલમાંજ જણાવ્યું હતું કે કોરોનાની સારવારમાં પ્લાઝ્મા ઉપચારને બદલે એન્ટિસેરાને હવે વિકલ્પ તરીકે વાપરી શકાય છે. ICMR એ કહ્યું હતું કે તે નેશનલ હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી પ્લાઝ્મા થેરેપીને હટાવવાની વિચારણા કરી રહી છે.
ICMR એ દાવો કર્યો છે કે કોરોનાની સારવાર માટે પ્રાણીના લોહીના સીરમનો ઉપયોગ કરીને તેમણે ખૂબ શુદ્ધ એન્ટિસેરા બનાવ્યો છે. ICMR  વૈજ્ઞાનિક ડો લોકેશ શર્માએ જણાવ્યું હતું કે એન્ટિસેરા પ્રાણીઓનો બ્લડ સીરમ છે જેમાં ચોક્કસ એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ હોય છે. જેનો ઉપયોગ અમુક રોગોની સારવારમાં થાય છે.
વધતા કોરોના કેસો દરમિયાન અને વધતા મૃત્યુદર સમાટે પ્લાઝ્મા થેરેપી ખૂબ ચર્ચામાં આવી હતી. કોરોનાથી સાજા થયેલા દર્દીઓના શરીરમાંથી લેવામાં આવેલ પ્લાઝ્મા કોરોના પોઝિટીવ દર્દીઓને ચડાવવામાં આવે તો તે દર્દીના શરીરમાં કોરોના સામે લડવા એન્ટિબોડીઝ બનાવે છે. પ્લાઝ્મા ડૉનેશને લઈને સરકાર અને સામાજિક સંસ્થાઓના માધ્યમથી ખુબજ જોરશોરમાં પ્રચાર કરાયો છે અને ઘણી સંસ્થાઓમાં પ્લાઝ્માની ઉંચી કિંમત પણ વસૂલાય રહી છે લોકોમાં કોરોના ના કારણે થતા મૃત્યુદરમાં પ્લાઝ્માના કારણે ઘટાડી શકાય છે તેવી જાહેરાત થતા લોકોએ હજારો રૂપિયા ખર્ચીને પ્લાઝ્માનો ઉપયોગ કર્યો છે કોરોના વાયરસની સારવાર માટે વિશ્વના અન્ય ઘણા દેશો પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સિવાય અમેરિકા, સ્પેન, દક્ષિણ કોરિયા, ઇટાલી, તુર્કી અને ચીન સહિતના ઘણા દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.