ભાવનગર : 75 વર્ષીય ટી.બી.ના દર્દીએ આપી કોરોનાને માત

"ભૂતો ન ભવિષ્યતિ" કહી શકાય તેવી જવલ્લે જ બનતી ઘટનામાં ભાવનગરના ૭૫ વર્ષની જૈફ અને વયોવૃદ્ધ ઉંમર ધરાવતા પાંચ વર્ષીથી ટી.બી. સામે લડી રહેલ ૭૫ વર્ષીય વૃદ્ધાએ કોરોનાની સામે ઝંગ જીતતા પરિવારજનોમાં ખુશીની લહેર
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ૭ દિવસની કોરોનાની સારવાર બાદ તેમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ જેઠીબહેનને આજે રજા આપવામાં આવી હતી. તેમનો કોરોના સામેનો આ જંગ એક લડાઈ થી સહેજ પણ કંઇ કમ ન હતો. અને છતાં તેમણે આ જંગ જીતી લીધો છે. જીવન -મરણના તુમુલ સંઘર્ષમાં જીતી જેઠ્ઠીબેન કંટારીયા એ ૭૫ વર્ષે પણ અણનમ રહ્યાં છે.
આ ૭ દિવસમાંથી જેઠ્ઠીબેન 4 દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા. આમ, માત્ર ૭ દિવસના ટૂંકાગાળામાં ૭૫ વર્ષની વયોવૃદ્ધ અને જૈફ વયે જેઠ્ઠીબેન કંટારીયા કોરોનાને હરાવી મેડિકલના ઇતિહાસમાં એક નવી મિશાલ કાયમ કરી છે. એક નવું પ્રકરણ આલેખ્યું છે.
તેમણે કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં પરિવાર જનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે ૭૫ વર્ષીય વયોવૃદ્ધ જેઠ્ઠીબેન ઉપસ્થિત સૌ કોઈના આશ્ચર્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
ભાવનગર આનંદનગર સંત રોહિદાસ નગર માં રહેતા જેઠ્ઠીબેન જેરામભાઈ કંટારીયાને ગત તારીખ ૨૯-૦૪-૨૦૨૧ ના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતા તેમના પુત્ર ભાવનગરની સર્ટી હોસ્પિટલ દાખલ કર્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સાથેજ તેમનું ઓક્સીઝન લેવલ 60 આવ્યું હતું તેમજ પરિવાર દ્વારા જાણવા મળેલ હકીહતે જેઠ્ઠીબેન છેલ્લા પાંચ વર્ષીથી ટી.બી.ની બીમારી હોય અને જેનાથી પહેલેથીજ તેમના ફેફસા નબળા હોય અને આ સમયે જેઠ્ઠીબેનને કોરોના પોઝિટિવ આવતા પરિવારે હાર માની લીધી હતી પરંતુ સર તખ્તસિંહજી હોસ્પિટલની મેડિકલ ટીમની સઘન સારવાર, તંત્રની શ્રેષ્ઠ સેવા તેમજ જેઠ્ઠીબેને પહેલેથીજ ભારત સરકારની સ્વદેશી કોરોના વેકશીનનો પહેલો ડોઝ લીધેલ હોય જેની અસરથી અને જેઠ્ઠીબેહેના મક્કમ અને મજબૂત મનોબળનો ત્રિવેણીથી અશક્ય એવી વાત શક્ય બની છે.
Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર ૭૦ કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે તેવા સમયે ૭૫ વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.