ભાવનગર : ઘોઘારોડ પર આવેલ ફ્લેટમાં અચાનક ધડાકા સાથે દાદર ધરાશાહી

ભાવનગર શહેરમાં ઘોઘારોડ કોન્વેન્ટ સ્કૂલની સામેના ભાગમાં આવેલ શુભસંકેત ફ્લેટમાં ગઈ કાલે રાત્રીના 9.30 કલાકે ફ્લેટના દાદર અચાનક ધડાકા સાથે ધરાશય થતા લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી જાણવા મળતી વિગત મુજબ આ દાદરાનું રીનોવેશન કરાવવાનું હતું પરંતુ લોકડાઉનના હિસાબે બંધ રાખવામાં આવ્યું હતું તેમ ફ્લેટના લોકોએ જણાવ્યું હતું તેમજ આ ઘટનાની જાણ સવારે ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ ફસાયેલા 25 લોકોને રેસ્ક્યુ કરીને ફ્લેટમાંથી હેમખેમ નીચે ઉતાર્યા હતા.