ભાવનગર : માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા લેખિત પરીક્ષાના કલાસ શરૂ

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા દ્વારકા આર્મી ભરતી માં ફિજિકલ તથા મેડીકલ માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે વિનામૂલ્યે લેખિત પરીક્ષાના ક્લાસ નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો
જેમાં ડો વિમલ સિંહ ગોહિલ પ્રોફેસર એન્જિનિયરિંગ કોલેજ ,ગણિત વિશેષજ્ઞ અને વિકાસ વર્તુળ ટ્રસ્ટના સંચાલક પરેશભાઈ ત્રિવેદી, જિલ્લા રોજગાર અધિકારી શ્રી સંજય ગોહીલ સાહેબ હાજર રહીને કલાસ શરૂ કરવામાં આવ્યા હતા અને કલાસ માટેની જગ્યા જ્ઞાનગુરુ સ્કૂલના સંચાલક શ્રી મનહરભાઈ રાઠોડ દવારા શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે એક ક્લાસ રૂમની વ્યવસ્થા કરી આપી હતી આ બાબતે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ના મનિષ ભાઈ વાજા તથા સુરેન્દ્ર સિંહ રાણા તથા સભ્યો દ્વારા જ્ઞાનગુરુના સંચાલક શ્રી મનહરભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.