ભાવનગર : લીલા નારિયળનો ભાવ અઢીથી ત્રણ ગણો વધી જતાં લોકોમાં રોષ

ભાવનગર શહેરમાં લીલા નારિયળનો ભાવ અઢીથી ત્રણ ગણો વધી જતાં લોકોમાં રોષ જોવા જાણી રહ્યો છે.
ભાવનગર શહેરમાં ઉનાળાનો આકરો તાપ , કોરોનાની મહામારી વગેરે કારણોસર લીલા નારિયળની માંગમાં અતિ તીવ્ર ઉછાળો આવ્યો છે.અને બજારની પરંપરા મુજબ કોઈપણ વસ્તુમાં માંગ વધે તેની સાથોસાથ ભાવ પણ વધવા લાગે છે. આજથી બે મહિના પહેલા ભાવનગર શહેર માં લીલા નારિયળનો પ્રતિ નંગ રૂ-ત્રીસ નો ભાવ હતો પરંતુ છેલ્લા દોઢ મહિનામાં માંગમાં તીવ્ર વધારો થતા હાલ લીલા નાળીયેરનો પ્રતિ નંગ ભાવ રૂ-60 થી રૂ-80 લેવાઈ રહ્યો છે પરંતુ લાચાર પ્રજાજનો લીલા નાળીયેર દર્દીઓ માટે અતિ મહત્વના હોઈને ત્રણ ગણા ભાવ ચૂકવીને ખરીદી કરી રહ્યા છે જો કે લોકોમાં રોષ જોવા મળેલ જોકે છૂટક વેપારીઓ પણ નારિયળના ભાવ લેવા માટે મજબૂર બન્યા છે કારણકે નાળિયેરના હોલસેલ વેપારી ઉપરથી ભાવ વધારો કરીને આપતા હોય તો છૂટક નાળિયેર વેચનાર વેપારી શુ કરે હવે લોકો સરકારને આ ભાવ વધારવા માટે જવાબદાર ગણીને તંત્ર દ્વારા કાયદાકીય પગલાં સાથે આ ભાવ વધારો ઘટાડવા માંગ કરી રહ્યા છે.