ભેસાણ : 10 ઇંચ જેવો વરસાદ ખાબકતા નદી નાળાં છલકાયા

જૂનાગઢ ના ભેસાણ મા સમગ્ર પંથક મા 5 ઇચ વરસાદ અને ગરવા ગિરનાર ની પાછળ ના ભાગે આવેલ ડુંગર માં 10 ઇચ જેવો વરસાદ ખાબકતા નદી નાળાં છલકાયા.
જૂનાગઢ ના ભેસાણ પંથક મા 5 ઇચ વરસાદ ખાબકતા ખેડૂતો મા ભારે ખુશી નો માહોલ છવાયો હતો જેમાં ભેસાણ થી પસાર થતી ઉબેણ નદી મા ભારે પુર આવ્યો હતો અને બીજી તરફ આવતો ગરવા ગિરનાર ની પાછળના ભાગે આવેલ ડુંગરા મા જે ભેસાણ નો વિસ્તાર આવેલ હોય તેમા 10 ઇચ જેવો વરસાદ ખાબકતા સોનરખ નદી મા આખા ચોમાસા દરમિયાન પ્રથમ વખત ભારે પુર આવતા ખેડૂતો ને ગ્રામ જનો મા ભારે ખુશી જોવા મળી હતી સોનરખ નદી મા ભારે પુર આવતા આજુ બાજુ ના સાત ગામો ના પાણી ના તડ ઉચા આવી જાયછે જેમાં ગામો પસ વાળા /માલીડા/કરિયા/બીસામતપરા/મેદપરા/તેમજ વિસડ હડમતીયા જેવા ગામો સામીલ થાય છે આ બધા ગામો મા પીવાં ના પાણી તેમજ ખેડુતો ના બોર કૂવા મા પાણી ચડી જતા પિત લાયક પાણી થઇ જશે જેને લઈ લોકો ખુશ ખુશાલ થયા હતા.