ભરૂચ : લેન્ડ ગ્રેબીંગ એકટનો ભુમાફિયા દ્વારા દુરપયોગ

ભરૂચ જિલ્લામાં ખેડૂતો સાથે ગેરરીતિ કરીને વ્યાજખાઉઓ દ્વારા જમીનો પચાવી પાડીને ખેડૂતોને જમીન વિહોણા કરી નાંખતા ખેડૂતો દ્વારા આજરોજ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં તથા સુરત, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં વ્યાજખોરો નાણાં ધિરાણ લાઇસન્સ ના નિયમ વિરુદ્ધ આર્થિક મજબૂરીમાં સપડાયેલા મજબુર લોકો તેમજ ખેડૂતો ને નાણાં ધિરાણ કરે છે અને તેમના સડયંત્રના ભાગરૂપે દસ્તાવેજો લખાવી લેતા હોય છે આર્થિક રીતે પડી ભાંગેલા મજબુર ખેડૂતો પાસેથી કોરા ચેકો લઈ લેવામાં આવે છે અને સમય જતા વ્યાજખોર તેનો દુરપયોગ કરીને ખેડૂતો વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરી ખેડૂતોને બ્લેકમેલ કરીને તેમની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતીની જમીનો વ્યાજખાઉ નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા દ્વારા ગેરકાયદેસર રીતે પડાવી લેતા હોય છે
વાલિયા અને હાંસોટ તાલુકાના ખેડૂતો દ્વારા નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા વિરૂધ્ધ અલગ અલગ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવા માટે અરજીઓ કરવામાં આવી છે પરંતુ કલેકટર ભરૂચ દ્વારા લેન્ડ લેબરો સાથે છ-સાત વાર અરજીઓ કરવા છતાય તેમની એક પણ અરજી ની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તો બીજી તરફ નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠીયા દ્વારા ખેડૂતો વિરૂધ્ધ ફરિયાદોંને ગેરકાયદેસરની સત્યથી વેગડી અરજીઓ કોઇ પણ જાતના આધાર પુરાવા કે તપાસ કર્યા વગર જ કાર્યવાહી કરવામાં આવે છે અગાઉ પણ વ્યાજ ખાઓ ટોળકી ના સાગરીતો બોગસ ચાલની નોટો છાપવાના ગુનામાં જેલમાં જઈને આવેલ છે પરંતુ આવા વ્યાજખાઉઓને છાવરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી અમે ગૃહમંત્રીને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમની અરજી વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આવનાર દિવસોમાં ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી સમગ્ર મામલાની સત્યતા જણાવી તેમની માંગણી કરેલ અરજીને ન્યાય મળે તે માટે રજૂઆત કરશે અગર જો તેમને ન્યાય નહીં મળે તો ખેડૂતો કલેકટર કચેરી સામે અનશન પર ઉતરશે તેવી ચીમકી આપી હતી