મંત્રીપદ માટે ચૂંટાવું જરૂરી - નોમિનેટ વ્યક્તિઓ ફક્ત સભ્ય જ રહેશે

મંત્રીપદ માટે ચૂંટાવું જરૂરી - નોમિનેટ વ્યક્તિઓ ફક્ત સભ્ય જ રહેશે

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ભારતીય સંસદ તેમજ રાજયોની વિધાન પરિષદમાં શાસક પક્ષો દ્વારા નોમીનેટ થતા મહાનુભાવોને મંત્રીપદ કે તેને સમકક્ષ હોદો આપી શકાશે નહી. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કર્ણાટક હાઈકોર્ટના એક ચૂકાદાને યથાવત રાખતા અગાઉ અયોગ્ય જાહેર થયેલા વિધાન પરિષદના સભ્યને સરકાર જે તે ગૃહમાં નોમીનેટ કરે તો પણ તેને મંત્રીપદ આપી શકાય નહી તે નિશ્ચિત કર્યુ હતું. સર્વોચ્ચ અદાલતે ચૂકાદામાં જણાવ્યું હતું કે જે સભ્ય ગેરલાયક ઠરાવાયેલા હોય તે જે તે ચૂકાદા મુજબનો સમય પુરો કરીને ફરી ચૂંટણી જીતીને મંત્રી બની શકે છે પણ તે નોમીનેટ થાય તો મંત્રી બની શકે નહી. કર્ણાટક વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય એ.એચ.વિશ્વનાથનને અગાઉ આ ગૃહમાં સભ્યપદમાં ગેરલાયક જાહેર કરાયા હતા પણ રાજકીય મજબૂરીથી મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પાએ તેમને વિધાનપરિષદમાં નોમીનેટ કર્યા અને મંત્રીપદ પણ આપ્યું સાથે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે પણ નોમીનેટ સભ્યને મંત્રીપદ મળી શકે નહી તેવો ચૂકાદો આપ્યો હતો અને તેની સામે વિશ્વનાથ ચૂંટણીમાં જતા ત્યાં પણ પછડાટ સહન કરવી પડી હતી.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એ.એસ.બોબડેની ખંડપીઠે અરજી નકારતા કહ્યું હતું કે ફકત ચૂંટાયેલા સભ્યને જે મંત્રી બનવાનો અધિકાર છે સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદાથી અનેક રાજયોની વિધાન પરિષદમાં નિયુક્ત સભ્યો માટે મુશ્કેલીના સંકેત છે.