માધવપુર : માનવતા પરિવાર દ્વારા વિનામૂલ્યે નેત્રનિંદાન કેમ્પ યોજાયો

માધવપુર ઘેડ ખાતે દર માસ ની 22 મી તારીખે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ દ્વારા નેત્ર નિંદાન કેમ્પ નું નિઃશુલ્ક આયોહન કરવા મા આવે છે ત્યારે આજરોજ આગેવાનો તેમજ મહિલા મંડળ ની બહેનો તમામ લોકો એ સરકાર શ્રી ની ગ્રાદલાઇન મુજબ માસ. સેનેટ રાઈઝર .સોસીયલ ડિસ્ટટ નું પાલન કરી ને દીપ પ્રાગત્ય કરી ને કેમ્પ ની શરૂવાત કરવા મા આવી હતી ત્યારે આજ રોજ આ કેમ્પ મા 140 વ્યક્તિ ઓ એ પોતા ના નેત્ર નું ચેક્પ કરાવ્યું હતું તેમાં મોતિયો.જામર. વેલ.પરવારા. જેવી નેત્ર ની બીમારી નું ચેકપ કરાવ્યું હતું તેમાં થી ઓપરેશન ની જરૂરીયાત મુજબ ના 30 વ્યકતિ ઓ ને શ્રી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તે વ્યક્તિઓને નિઃશુલ્ક ઓપરેશન સાથો સાથ પોતા ના વાહન મારફરત લીજવામા આવ્યા હતા મોતિયથી મુક્તિ મેળવો
એ સુત્રને ચરિતાર્થ કરનાર માણસો આ જગતમાં છે. જે સ્નેહ, સેવા અને સમર્પણને પોતાનો જીવનમંત્ર માને છે.
ત્યારે માધવપુર એક પ્રાચીન, ઐતિહાસિક વર્ષો ધરાવતું ભગવાન શ્રી કૃષ્ણની આ ભૂમિમાં અનેક સેવાકિય કાર્ય થતાં રહે છે.
આ નેત્રયજ્ઞ ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો આર. આર. ભુવા , એમ. એન. જોષી , હીરાભાઈ મૂળૂભાઈ, જાગાણીભાઈ તેમજ મહિલા મંડળની બહેનો સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્ર્મને ગૌરવભર્યો બનાવ્યો.