મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન

નહેરુ યુવા કેન્દ્ર મોરબી, રમત મંત્રાલય ભારત સરકાર અને જે . એ.પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું .આ દોડમાં મહિલા કોલેજની વિધાર્થીનીઓ એ ભાગ લીધો હતો.
તારીખ 13 મી ઓગસ્ટ 2021 થી 2જી ઓક્ટોબર 2021 સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને યોગ, પ્રાણાયામ અને કસરત કરી ફિટનેસ બાબતે જાગૃત થઇ જીવનનું એક ભાગ બનાવે તે હેતુ થી આ દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ દોડમાં મોરબી અધિક કલેકટર એન કે મુછાર,ડીવાયએસપી મુનાફખાન પઠાણ, પાલિકા ચીફ ગીરીશ સરૈયા,પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને કોલેજના આચાર્ય તેમજ શિક્ષકો સહિતના આગેવાનો દ્વારા લીલી જંડી આપવામાં આવી હતી તો આ દોડ શ્રીમતી જે. એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલયથી શરુ કરીને શહેરના મુખ્યમાર્ગો પર ફરી ફિટનેસ પ્રત્યે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો