મોરબી : પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

મોરબી તાલુકા વિસ્તારમાંથી મળી આવેલ દિવ્યાંગ કિશોરના વાલીવારસને સોશ્યલ મીડિયાના માધ્યમથી શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ એમ આર ગોધાણીયાણી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક રાહદારીને દિવ્યાંગ બાળક મોરબી-માળિયા હાઈવે પરથી મળી આવ્યું હતું જે બાળકને પોલીસ મથકે લાવી તેના વાલીવારસની શોધખોળ ચલાવી હતી જેમાં સોશ્યલ મીડિયામાં માધ્યમથી અલગ અલગ શહેરોના સ્થળો બતાવતા દિવ્યાંગ બલકે જગન્નાથ મંદિર જોતા જ ત્યાનો હોવાની હાથના ઈશારા વડે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી જેથી મોરબી તાલુકાના સિરામિક વિસ્તારમાંથી ઓરિસ્સા રાજ્યના મજૂરોનો સંપર્ક કરતા દિવ્યાંગનો એક વિડીયો બનાવી ઓરિસ્સાના મજૂરોની મદદથી ફેસબુક જેવા માધ્યમથી વાયરલ કરતા દિવ્યાંગના વાલીવારસ મળી આવ્યા હતા અને દિવ્યાંગ કિશોર બુધ્યાસિંગ બીરાસિંગ સુકાસિંગ રહે બાલાસોર ઓરિસ્સા વાળાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું