મોરબી : રામઘાટ નજીક એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

મોરબીના રામઘાટ નજીક રવિવારે મોડી રાત્રીના સુમારે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ અંગે ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અબ્બાસશા મહમદશા રફાઈ ફકીરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે હોય ત્યારે બાજુમાં રહેતા રમજાન હાજીભાઇ ખુરેશીએ જણાવ્યું હતું કે તેના દીકરા રફીકને લાગી ગયું છે અને હોસ્પિટલ પહોંચતા રફીકનું મોત થયાનું જાણવા મળ્યું હતું જે હત્યાના બનાવ અંગે વધુમાં જણાવ્યું છે કે રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી ખુરેશીની બહેન સાથે ફરિયાદીના દીકરા રફીક ઉર્ફે ગુલાબને પ્રેમસંબંધ હોય સાત આઠ વર્ષ પહેલા પ્રેમસંબંધ મામલે અગાઉ ઘર મેળે સમાધાન પણ થયું હતું જેનો ખાર રાખી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી ખુરેશીએ રફીકને રામઘાટ નજીક છરીના ઘા ઝીંકી દઈને હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજી ખુરેશીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે