મોરબી : વાંકાનેરના માટેલ નજીક એક્સેલ પેપરમિલમાં વેસ્ટ પેપરમાં લાગી આગ

વાંકાનેરના માટેલ નજીક એક્સેલ પેપરમિલમાં સાંજના સુમારે વેસ્ટ પેપરમાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂઓ ધરણ કર્યું હતું.આગની જાણ મોરબી ફાયરની ટીમે કરવામાં આવતા સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો તો રાજકોટનીટીમની મદદ પણ લેવામાં આવી હતી તેમજ ૧૫ કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ આગ કાબુમાં નથી.
વાંકાનેરના માટેલ નજીક આવેલા એક્સેલ પેપરમિલમાં આગ લાગી હતી અને આગ વેસ્ટ પેપરમાં લાગતા ધીમે ધીમે આગ પુરા સેડમાં પ્રસરી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જાણ મોરબીફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર દોડી જઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તો આગ વિકરાળ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી હતી અને રાજકોટ ફાયરની ત્રણ ટીમ બોલાવવામાં આવી હતી જો કે હાલમાં ૧૫ કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં આગ પર કાબુ મેળવી ના શક્યો હતો જો કે આગમાં લીધે 3500 થી 4000 ટન જેટલો કાચો માલ બળીને ખાખ થયો હોવાની માહિતી મળી હતી
આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને વાંકાનેર પ્રાંત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.હાલ આગ ક્યાં કારણ સર લાગી તેનું નકકર કારણ બહાર આવ્યું નથી પરંતુ હાલ આગને કાબુમાં કઈ રીતે લેવી તે પ્રયાસો હાથ ધરાયાં છે.