માળીયાહાટીના : અમરાપુર ગામે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કોરોનાનું ગ્રહણ લાગ્યું

માળીયાહાટીના ના અમરાપુર ગામે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કોરોના નું ગ્રહણ લાગતા બાગાયતી જાંબુના પાકને ભારે નુક્શાન થતાં ખેડુતની હાલત કફોડી બની છે
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરે છે ત્યારે હાલ ખેડૂતોના બાગાયતી પાક ને કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે અમરાપુર ગામના ખેડૂત કમરૂદ્દીન ભાઈ જારીયા એ પોતાના 10 વીઘા જમીનમાં બાગાયતી પાક કેસર કેરી નાળિયેરી તેમજ જાંબુ નુ વાવેતર કરેલ છે જેમાં નાળીયેરી નો પાક નિષ્ફળ ગયો છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે જાંબુ નો પાક સારો આવ્યો છે પરંતુ કોરોના મહામારી ના કારણે જાંબુનો પાક લેવા કોઇ તૈયાર નથી તેમજ ખેડતના જણાવ્યા પ્રમાણે જાંબુનો પાક પાકી જવાના કારણે જમીન ઉપર ખરી પડે છે જેના કારણે ભારે નુકસાન થયું છે દર વર્ષે દરરોજના જાંબુ ના પાકમાં ત્રણ હજાર રૂપિયા જેવી કમાણી કરતા હતા પરંતુ આ વર્ષે જાંબુ નો પાક માણસોને મફતમાં આપુછુ છતાં પણ કોઈ લેતું નથી અને પશુઓને ખવડાવવો પડે છે કાળઝાળ મોંઘવારીમાં ખેતી મોંઘી બની છે ત્યારે બાગાયતી પાક પણ નિષ્ફળ જતા ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે