માળીયાહાટીના : બજરંગ ગ્રુપ દ્વારા ધાણી દાળીયા ખજુર પતાસા સહિતની કીટનું વિતરણ

માળીયાહાટીના બજરંગ ગ્રુપ દ્વારા આર્થિક નબળા પરિવારોને હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધાણી દાળીયા ખજુર પતાસા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો મુજબ માળીયાહાટીના ખાતે આવેલ રેલવે સ્ટેશન પ્લોટ વિસ્તારમા કાર્ય રત બજરંગ ગ્રુપ દ્વારા માળીયા શહેરમાં ઝુપડ પટ્ટી વિસ્તારમાં વસતા આર્થિક અને નબળા 80થી વધુપરિવારોને હોળી-ધૂળેટીના તહેવારો ઉજવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે દાળિયા ખજૂર ધાણી પચાસ સહિત ની કીટનું વિતરણ ધરે ધરે જય કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કાળઝાળ મોંઘવારીમાં આર્થિક રીતે નબળા પરિવારો પોતાના બે ટકની રોજીરોટી મેળવવા પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે હોળી ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો પડી રહ્યો હોય ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ લોકોની વહારે આવી અને મદદરૂપ થતા હોય છે ત્યારે માળિયા હાટીનામાં બજરંગ ગ્રુપ દ્વારા ઘણા લાંબાસમયથી માનવ સેવાની ધૂણી ધખાવી તહેવારો નિમિત્તે આર્થીક નબળા પરિવારોને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેશે