યુનિવર્સિટીનો 12 ટકા ટ્યૂશન ફી ઘટાડવા હુકમ - સુરતની ખાનગી કોલેજો આદેશને ઘોળીને પી ગઈ

યુનિવર્સિટીનો 12 ટકા ટ્યૂશન ફી ઘટાડવા હુકમ - સુરતની ખાનગી કોલેજો આદેશને ઘોળીને પી ગઈ

દેશભરમાં કોવિડ-19ની પરિસ્થિતિના કારણે લોકડાઉં જાહેર કરાયું ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાય હતી. શાળાઓ અને કોલેજો પણ બંધ રહી છે ત્યારે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ કથળી હોવાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોને 12 % ટ્યૂશન ફી માફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કે ધારુકા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી ઘટાડાનો લાભ ન અપાતા એબીવીપી દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેને યોગ્ય ગણી વિદ્યાર્થીઓએ કોલેજ ઉપર ધરણા કર્યા હતા. ફી ઘટાડા મુદ્દે ઉચિત ન્યાય મળે તે હેતુથી વિધાર્થીઓના હીતને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માંગને અનુરૂપ આવેદન પત્ર સાથે રજૂઆત કરી હતી કે યુનિવર્સીટીના આદેશ મુજબ જ ફી લેવામાં આવે અને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે. યુનિવર્સીટીએ ટ્યૂશન ફીમાં 12 %, અફિલિએશન ફીમાં 100% અને વિવિધ હેડમાં 50% થી 100% ફી માફ કરી હતી. જેનો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. છતાં ખાનગી કોલેજો એ ધ્યાન ન આપતા વિદ્યાર્થી પરિષદએ મેદાને આવી વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરી હતી. કોલેજ દ્વારા ફી માફીની વાતને યોગ્ય ગણવામાં આવી હતી.