રાજકોટ : કોઠારીયા વિસ્તારના જુના ગણેશમાં કાદવ કીચડથી લોકો ત્રાહિમામ

રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 માં રોડ રસ્તા અને કાદવ કીચડથી રહેવાસીઓ ત્રાહિમામ પાણીની લાઇન નીચે થતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ
સત્તાધારી પક્ષે ભાજપે આ વિસ્તારના અનેક કામો ને અવગણના થી લોક સુવિધામાં અભાવ
રાજકોટ શહેરના છેવાડાના વોર્ડ નંબર 18 માં હાલ વિસ્તારમાં રોડ રસ્તા નું કામ ચાલુ કરવામાં આવ્યું હોય જેને લઇને રહેણાંક વિસ્તારમાં પાણીની નવી ડી,આઈ પાઈ પલાઈન નાખવામાં આવેલ હોય જે લાઈનો નું હાલ ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવેલ અને બીજી બાજુ વિસ્તારના રોડ રસ્તા નું પણ ડામર કામનું ચાલુ કરવામાં આવેલ જેને લઇને વોર્ડ નંબર 18 કોઠારીયા વિસ્તારના જુના ગણેશ માં તેમજ આજુ બાજુની અન્ય સોસાયટી ઓમાં કાદવ કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
લતાવાસીઓ ના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી રોડ રસ્તાઓ ખોદી ને રાખી દીધેલ હોય તેમજ ભૂગર્ભ ગટરની મેનોલ પણ ઉંચા થઈ જવાથી રહેણાંક વિસ્તારમાં વાહન લઈને નીકળવું મુશ્કેલ બની ગયું છે હાલ ચૂંટણીનો માહોલ ચાલતો હોય ભાજપ-કોંગ્રેસના નેતાઓને અનેક રજૂઆત કરવા છતાં પણ વિસ્તારમાં પ્રચાર શિવાય દેખાતા નથી જેને લઇને સ્થાનિક રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના શક્તિસિંહ જાડેજા અને ચિંતનભાઈ ગઠીયા નો સંપર્ક કરીને વહેલી તકે આ રોડ રસ્તા નું કામ કરાવી આપવા સ્થાનિક લોકોએ મીડિયાની હાજરી માં ઉગ્ર રજૂઆત કરી હતી
20 વર્ષથી વધારે આ વિસ્તારમાં રહેતા હોય મહાનગર પાલિકા માં કોઠારિયા વિસ્તારમાં વિસ્તારના વીતેલા પાંચ વર્ષમાં કોંગ્રેસનું શાસન હોવાથી સત્તાધારી પક્ષે ભાજપે આ વિસ્તારના અનેક કામો ને અવગણના થી લોક સુવિધા આપવામાં વેઠ દર્શાવતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું