રાજકોટ : વોર્ડ નં.૧૭ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જાહેર સભા યોજાઈ

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ અંતિમ તબક્કામાં વાગી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર એ વોર્ડ નં ૧૭ ના ઉમેદવાર છે ત્યારે કાટે કી ટકર સમા ભાજપ-કોંગ્રેસ નો સામ સામો પ્રચારનો જંગ ખેલાઇ રહ્યો
રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ અંતિમ તબક્કામાં વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નં ૧૭ કોંગ્રેસ ના ઉમેદવારો દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રીપીટ કરવામાં આવ્યા છે. અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ આ વિસ્તાર માંથી લડી રહ્યાં હોય ત્યારે કાટે કી ટકર સમા ભાજપ-કોંગ્રેસ નો સામ સામો પ્રચારનો જોર સોરથી જંગ ખેલાઇ રહ્યો છે.
ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, ઘનશ્યામ સિંહ જાડેજા,વસંતબેન પીપડીયા,જયાબેન ટાંક દ્વારા વિરાટ નગર મતવિસ્તારમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક મતદારો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રમાં બેઠી ભાજપ સરકાર દ્વારા શહેરના પ્રજાજનોને કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે નો શંખનાદ ફુકવામાં આવ્યો હતો.


વોર્ડ નં. 17ના મતદારો
પુરુષ મતદાર 30703
મહિલા મતદાર 28729
કુલ મતદાર 59432
કુલ બૂથ 55


તેમના વિસ્તારમાં બાળકો માટે બગીચા, સાફ સફાઈ, નડતર ઝાડ, નડતર થાંભલા અને જે ખરાબ પાણી આવે છે તેની સમસ્યા અત્યંત વિકટ છે, જેનો હલ લાવવો એટલો જ જરૂરી છે. ઘણીખરી વખત મહિલાઓને નાના કામ અર્થે પણ ધક્કો ખાવો પડે છે અને યોગ્ય જવાબ પણ મળતો નથી. ત્યારે નવા ચૂંટાઈને આવનારા નેતા લોકો સાથે સીધો જ સંપર્ક રાખે અને માત્ર ચૂંટણી આવે ત્યારે દર્શન દયે તેવું ન કરે એજ અપેક્ષા રાખવામાં આવી રહી છે.


વોર્ડમાં વિવિધ સોસાયટીમાં રોડ-રસ્તા, દબાણો, ટ્રાફિક અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો સૌથી વધુ સતાવી રહ્યા છે, જે અંગે ઘણી ખરી રજૂઆત કરવામાં આવેલી છે, છતાં કોઈ યોગ્ય ઉકેલ કે હલ હજુ સુધી આવ્યો નથી. તો જ્યારે વરસાદ આવે તો તેનું પાણી ભરાઈ જતા યોગ્ય નિકાલ પણ થઇ શક્યો નથી જેનો ઉકેલ વહેલાસર લાવવો જોઈએ.