લોન ગેરેંટી યોજનામાં વધુ 26 ક્ષેત્રોનો સમાવેશ

લોન ગેરેંટી યોજનામાં વધુ 26 ક્ષેત્રોનો સમાવેશ

કેન્દ્ર સરકારે ઈમરજન્સી લોન સુવિધા ગેરંટી યોજનાનો વ્યાપ વધારીને તેમાં સ્વાસ્થ્ય અને 26 અન્ય ક્ષેત્રોને સમાવેશ કર્યો છે. આ ક્ષેત્રોની ઓળખ કામત સમિતિએ કરી હતી. નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડએ ઈસીએલજીએસ 2.0 યોજનાના ક્રિયાન્વયન માટે પરિચાલન દિશા નિર્દેશ જારી કર્યા છે. સરકારે મહિનાની શરૂઆતમાં 2.65 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત 3.0ના પેકેજ હેઠળ યોજનાની જાહેરાત કરી હતી. ઈસીએલજીએસ-2 હેઠળ જે વિસ્તારો ઉપર તા.29 ફેબ્રુઆરી-20 ની સ્થિતિ અનુસાર 1 મહિના કે પછી તેનાથી ઓછા સમય દરમિયાન બાકી લેણું 50 કરોડ રૂપિયાથી વધુ અને 500 કરોડ રૂપિયા સુધીનું દેણું છે તેના માટે આ યોજના લાગુ પડશે. ઈસીએલજીએસ 2.0 હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવેલા લોનની મર્યાદા 5 વર્ષ હશે તેમાં 12 મહિના માટે મૂળ રકમ પરત કરવાને લઈને છૂટ મળશે. જેમાં કુલ બાકી લોનનું 20 ટકા સુધી વધારાની લોન લઈ શકે છે. આ સંપૂર્ણ રીતે કોઈ ગેરંટી વગરની લોન હશે જેના માટે કરજદારે કોઈ જ પ્રકારની ગેરંટી આપવાની રહેશે નહીં. ઈસીએલજીએસ 2.0 ઉપરાંત એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે ઈસીએલજીએસ 1.0નો લાભ એ એકમોને આપવામાં આવશે જેના ઉપર કુલ બાકી દેણું તા.29 ફેબ્રુઆરી સુધી 50 કરોડ રૂપિયા સુધી હશે.