લવ જેહાદ મામલે હાઇકોર્ટનો ચોંકાવનારો ચુકાદો - વિરોધીઓની નજરમાં હિન્દૂ મુસ્લિમ પરંતુ કાયદાની નજરમાં પુખ્તવય

લવ જેહાદ મામલે હાઇકોર્ટનો ચોંકાવનારો ચુકાદો - વિરોધીઓની નજરમાં હિન્દૂ મુસ્લિમ પરંતુ કાયદાની નજરમાં પુખ્તવય

ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના વધતા જતા કેસો વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા કહ્યું છે કે કોઈપણ વ્યક્તિને તેની પસંદગીના જીવનસાથીની પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે. ફક્ત જુદા જુદા ધર્મ અથવા જાતિના આધારે કોઈને સાથે રહેવા અથવા લગ્ન કરવાનું બંધ કરી શકતું નથી. બે વયસ્કોના સંબંધોને ફક્ત હિન્દુ અથવા મુસ્લિમ તરીકે જોઈ શકાતા નથી. જેમની પસંદગી તેમના જીવનસાથી સાથે થાય છે તે સંબંધ ઉપર તેમના પરિવાર - કોઈપણ વ્યક્તિ કે સરકારને વાંધો લેવાનો અધિકાર નથી. જો રાજ્ય અથવા કુટુંબ તેમના શાંતિપૂર્ણ જીવનમાં ખલેલ પહોંચાડે છે તો તે તેમની ગોપનીયતાના અધિકારનું અતિક્રમણ છે. આ મુદ્દે હાઇકોર્ટની સિંગલ બેન્ચના નિર્ણયને નકારી યુપી સરકારની દલીલને અલ્હાબાદ કોર્ટે અવગણી નાખી હતી.
અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયધીશ પંકજ નકવી અને ન્યાયાધીશ વિવેક અગ્રવાલની ડિવિઝન બેંચે કુશીનગરમાં લવ મેરેજ કરનાર યુવક વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરી દીધી છે. કુશીનગરના વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનમાં રહેતી પ્રિયંકા ખાર્વારેએ સલામત અંસારી સાથે લવ મેરેજ કર્યા હતા. પ્રિયંકાએ લગ્ન પહેલા પોતાનો ધર્મ છોડી દીધો હતો અને ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને તે પ્રિયંકાથી આલિયા બની ગઈ હતી જેના પછી પ્રિયંકાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
હાઇકોર્ટએ નોંધ કરી છે કે બંને છેલ્લા 1 વર્ષથી ખુશ રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં,પરિવાર અને પોલીસ કે લોકો તેમની પજવણી કરી રહ્યા છે અને તેમની અંગત અને શાંતિપૂર્ણ જીવનને વિક્ષેપિત કરી રહ્યા છે અંતમાં યુપી સરકારની માત્ર લગ્ન માટે જ ધર્માંતરંણ કરવાની દલીલને હાઇકોર્ટે નકારી કાઢી હતી અને પ્રિયંકા ઉર્ફે આલિયાના પિતાની FIR રદ્દ કરી હતી. લવ જેહાદના વધતા જતા કેસો વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે વિરોધ કરનારાઓની નજરમાં કોઈ હિન્દુ અથવા મુસ્લિમ હોઈ શકે છે પરંતુ કાયદાની નજરમાં, અરજી કરનારા પ્રેમીઓ ફક્ત પુખ્ત વયના યુગલો છે.